રસધાર ૪/માણસિયાનું મૃત્યુગીત

← માણસિયો વાળો સૌરાષ્ટ્રની રસધાર ૪
માણસિયાનું મૃત્યુગીત
ઝવેરચંદ મેઘાણી
'અણનમ માથા'નું કથાગીત →


પરિશિષ્ટ ૧
    માણસિયાનું મૃત્યુગીત

    [ઘણું કરીને મૂળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયાના પિત્રાઈઓને ફિટકાર આપે છે.]

    કાંસા ફૂટ્યા કે ન ફૂટ્યા બાગા રણંકા હજારાં કોસ,
    મીટે કાળ આગે ભાગા બચે કોણ મોત,
    મીરખાને ખોટ ખાધી સવાઈ કમંધ માર્યા,
    'ડોલી મારવાડ બાધી ટકાવે દેશોત.

    પેલકે પાંકડે ધીંગ દેવીસિંગ માર્યા પોતે,
    મહારાજ ખૂટી ગિયા તીન ઘડી માંય,
    પાણીઢોળ કીધો આઠે મસલ્લાકો આણીપાણી,
    જોધાણે ગળીકા છાંટા કે દિયે ન જાય.

    માન[] ગેલે ત્રીજી બેર વાટે પ્રાગજીકું માર્યા,
    ઓઠે વાળ્યા ઝાલા બધા એકેથી અનેક,
    ઝાલારી ચાકરી કીધી માથે પાણીફેર જોજો,,
    હળોધકી ગાદીકું લગાડી ખોટ હેક.

    કાઠિયાવાડમાં હુવો અસો ન બૂરો કામો,
    દગાદારે દેખ્યા આગે ખૂનિયારો દેખ,
    સત સો બત્રીસ માંહી બેઠી ખોટ જગાં સુધી,
    મંડી સાવ સોનાથાળી માંહી લુવા મેખ,

    

    એક દાણ હલ્લાં કરી લાંક સામા બકી ઉઠ્યા,
    ખેર ગિયા લાંક મોત નિસાણીકા ખેલ,
    તીન સો મકરાણીભેળા ચખાંચોળ મૂછાં તાણી,
    'ઉબાણી તેગસું આયા ઘરાકું અઠેલ.

    થાહ સમંદરાં આવે, આભ જમીં એક થાવે,
    ફરી જાવે આંક તુર વિધાતાકા ફાલ,
    જેતાણી માણસી મૃત્યુકાળથી ઓઝપી જાવે,
    (તો તો )પૃથ્વી પીઠ ઊંધા થાવે, હો જાવે પેમાલ.

    કોરવાસું ભીમસેન પાછા પાગ દેવે કેમ,
    રામદૂત બીવે કેમ રાખસાંકી રીડ,
    કાળભદ્ર જાતિવાળા તેછાં નીર પીવે કેમ,
    કેદ કીધા જીવે કેમ શાદૂળા કંઠીર.

    તોપાંકા મોરચા માથે હલાતા હાકડા તાડે,
    ફોજાકાં ફાકડા કરી જાતો ગજાફાડ,
    કાળઝાળ આવી પૂગી સાત હીં સમંદ્ર જાગી,
    કાઠિયાવાડરો ભાંગ્યા લોઢારા કમાડ..

    મૂળરાજ નાજાણી નોહોતા તો તો જાતી માથે,
    હેઠું ઘાલી બેઠા બાધા પડ્યા ભોંય હાથ,
    જેતાણું ડોલતું રાખે ન જાણ્યું હરામજાદે,
    નીગમ્યો હરામજાદે જેતાણાકો નાથ..

    ૧૦

    ગોત્રહત્યા ઊતરે ને હેમાળામાં હાડ ગાળ્યે,
    જજ્ઞ ક્રોડ કર્યે ગોત્રહત્યા નહિ જાય,
    નશાં રવિમંડળમાં અવિચળ કરી નામો,
    માણસિયો ગિયો સુરાપૂરાં લોક માંય.

  1. ૧. હળવદના રાજ માનસિંહે પ્રાગજી નામના પોતાના સ્વામીભક્ત રજપૂતની હત્યા કરી હતી.