મુખ્ય મેનુ ખોલો

વિકિસ્રોત β

રસિકવલ્લભ/પદ-૧૨

< રસિકવલ્લભ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૧૧ રસિકવલ્લભ
પદ-૧૨
દયારામ
પદ-૧૩ →


<poem>

પદ ૧૨ મું એકેશ્વરતા વિષે ગુરુએ આપેલું દૃષ્ટાંત

એક સદનમાં જન દશ બારજી, જેહના કહ્યામાં તે સિરદારજી; સદનાધિપ એહવા જ્યમ અત્યજી, જ્ઞાત્યધિપ તેહનો અધીપત્યજી. ૧

જ્ઞાત્યધિપ એહવાનું જૂથજી, તેનો પરમેશ્વર પૂર ભૂપજી; ભૂપ ઘણા એહવા પરમાણોજી, દેશપતિ તેહનો પ્રભુ જાણોજી. ૨

ઢાળ

જેમ જાણો પ્રભુ તેહનો વળી તેહવાનું વૃંદ; તેહનો સ્વામી મુલકતણો અધિપ, પહેલી પડી પ્રભુતા મંદ. ૩

બહુ મુલક પતિ ઘણી ખંડપતિ, નવખંડ પતિ પતિદ્વીપ; શત દ્વિપના પતિ તદ્દશિરે નૃપ ચક્રવર્તી અધિપ. ૪

તેહવાનો ઈશ્વર ઇન્દ્ર એમ ઐશ્વર્ય ક્રમ ક્રમ જ્યેષ્ટિ; સુરનાથ અનલાનીલ યમ વરુણાદિ પ્રભુ પરમેષ્ટી. ૫

વિધિ શિવશિવા વિઘ્નેશ રવિ પ્રભૃતિ પરિવૃઢ શેષ; શ્રીશેષ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન વારુદેવ દેવ રમેશ. ૬

શ્રીમન્નારાયણ વિશ્વરૂપ સમાન અક્ષરબ્રહ્મ; તેહેમના પણ પ્રભુ પરમ કારણ પૂર્ણ પુરુષોત્તમ. ૭

જેહની ન કોઈ બરાબરી, તો અધિક ક્યહાં થકી હોય ? જન દયાપ્રીતમ તે જ પરમેશ્વર ન બીજો કોય. ૮ (પૂર્ણ)