← પદ-૨૭ રસિકવલ્લભ
પદ-૨૮
દયારામ
પદ-૨૯ →


પદ ૨૭ મું

સુણી એમ બોલ્યો શિષ્ય વચનજી, સુણી પ્રતિઉત્તર ઉકળ્યું મનજી;
'સત્ય કહો છો સકળ પ્રપંચજી, સહુ હરિકારજ વ્યર્થ નરંચજી.
બ્રહ્મ સગુણ કહો છો સાકારજી, જીવ બ્રહ્મના અંશ અપારજી;
જીવ અજાના ઈશ્વર સ્વામીજી, જીવ અણુ પ્રભુ સહુ ગુણ ધામીજી.

ઢાળ

છે ધામી અક્ષર ધામના, સેવવા સતત તેહ;
અચલિત સેવક સ્વામી નાતું, સંભવે ક્યમ એહ ?
જળતરંગ ભેદ નહિજ, કંચન કુંડળ ભેદ ન હોય;
મૃતિકા ઘટમાં ભેદ શ્યો ? જડ તે જ જૂદાં જોય
નિર્લેપ બ્રહ્મ અખંડ સતત, ત્યહાં ન ભેદ ત્રિકાળ;
કહે ભેદ વેદ વૃથા જ, કહે કો સત્ય સમજો બાળ.'
એમ સુણી બોલ્યા શ્રીગુરુ, 'તું સુણી કહે છે વાત;
પણ અંતરમાં સમજણ નથી, આ મલિન આ અવદાત
એક દ્રવ્ય કેરી અવસ્થા સુણ્ય, વિવિધ ભાત્યની થાય;
તે માટ્ય નિશ્ચેય કાર્ય કારણ વસ્તુ બે કહેવાય.

છે ભેદ નામાકારથી, વળી ક્રિયાથી પણ હોય,
જે મૃદાથી આવે નહિ, તે ઘટે આવે તોય.