← પદ-૩૦ રસિકવલ્લભ
પદ-૩૧
દયારામ
પદ-૩૨ →


પદ ૩૦ મું


અખંડે વાયપક અરૂપ જણાયજી, ત્યાં પ્રતિબિંબો જ શી છાયાજી;
અગુણ એક ત્યહાં ભિન્ન શી માયાજી, મયા છે તો એક શીદ ગાયાજી.
રૂપિયાના કર તત્ત્વ ન હોયજી, સગુણ વિના સૃષ્ટિ નહિ કોયજી;
જો કર્તા ના હોય સાકારજી, તો અવયવ હોય કેમ સંસારજી.

ઢાળ

સમ્સર રૂપ ન હોય જો, કર્તા પુરૂષ ના હોય;
કારણ સરીખું કાર્ય સઘળી, સૃસ્તિ શે નવ જોય?
હરિ રૂપાદિક સહુ જોઈ નિજ, જગતનું કીધું જાણ;
ના કહે તે અજ્ઞાન છે, તું સત્ય કરી પરમાણ.
કહે કરદાદિક બ્રહ્મશ્રુતિ છે ગ્રહણ ગતિ આદિક;
નિર્વાહ ક્ય તે ઋચાનો, 'જો કેહેશ છે અલીક.

સિદ્ધાંત તેનો એ જ છે. પ્રાકૃત ન ઇંદ્રિય ધર્મ;
છે અપ્રાકૃત આનંદમય, સહુ રૂપાદિક શ્રુતિ મર્મ.
તું કહેશ, તેજોમય કહે સહુ'બ્રહ્મ ગો।ળાકાર;
તે રૂપ અક્ષર ધામ હરિ, તે માંહે છબી સાકાર.
તેહની સમીપ જે વસનાર મહા પ્રભુસદૃશ નિત્યજ સિદ્ધ;
જન દયાપ્રીતમ કૃષ્ણસું, તે રમે અચળ પ્રસિદ્ધ.