રસિકવલ્લભ/પદ-૩૫
← પદ-૩૪ | રસિકવલ્લભ પદ-૩૫ દયારામ |
પદ-૩૬ → |
પદ ૩૪ મું
જો ભવ જૂઠો નિસમ્દેહજી, તો આ જૂઠો ઠરીયો દેહજી;
તદા દેહની કૃતિ પણ જૂઠીજી, સાધન જૂઠે ગયું ફળ ઉઠીજી. ૧
વિના શરીર ન હોય જ્ઞાનજી, તે જૂઠે શોઇ મોક્ષ મહાનજી;
પ્રાપ્તિ સ્વપ્નમાં થઈ હોય ગર્થજી, જાગે ના સરે તેથી અર્થજી. ૨
ઢાળ
નિજ અર્થ સાચો સરે જે થકી, મળે પદ મહા મોહોટું.
તે તણું હેતુ શરીર સુંદર, ક્યમ કહીયે ખોટું? ૩
હરિ વસ્તુમાં મમતાપણું, તેટલું મિથ્યાજાણ;
વસ્તુનો નાશ નથી કદા તુંસત્ય કરી પરમાણ, ૪
જે વસ્તુ પોતાની લહી, તે નાશ પામે રોય,
માહારાપણું મિથ્યા ઠર્યું, વસ્તુ તો જ્યહાં ત્યહાં હોય. ૫
તું કહેશ પરિણામ મૃષા, તે મંદ તાહરી મત્ય;
સંસાર સૂક્ષ્મબીજ રૂપે, સદા હરિમાં સત્ય. ૬
જ્યમ વૃષા વીતે અભ્ર અંતરધ્યાન હોય સહુ જોય;
ક્યહું હતો નહિ તો સ્મય આવી કોણ વરસ્યું તોય. ૭
ભવલીલા છે ભગવંતની, સંશય ન ભગવદ્ સ્વરૂપ;
છે કારાણ સાચું દયાપ્રીતમ કાર્ય પણ તદ્રૂપ. ૮