શબ્દકોષ
- અગોચર-અજાણી
- અચળા-ચળે નહિ એવી
- અનન્ત-અપાર
- અનિલ-પવન
- અનુદિન-નહિ બોલાયેલું
- અનુરાગ-પ્રીતિ
- અ૫શરણ-ખસવું
- અભિલાખ-ઈચ્છા
- અભેદ-એકતા
- અમરગંગા-આકાશગંગા
- અમરસુંદરી-દેવાંગના
- અમિત–અમાપ
- અવધાન-સાવધતા, મનોયોમ
- અવરોહ-સંગીતમાં સ્વરને
ઉતારવો તે
- આઘાત-ઘા
- આછું-સ્વચ્છ, ચોકખું
- આથ-અર્થ, ધન
- આદિત્ય-સૂર્ય
- આદેશ-આજ્ઞા
- આમોદ-સુગંધ
- આરેાહ-સંગીતના સ્વરને
ચડાવવો તે
|
- આશા-દિશા
- આહ્લાદ-આનંદ
- ઉડ્યન-ઊડવું
- ઉવેખતી–અવગણતી
- ઉષા-પ્રભાત
- અંક-ખોળો
- અંગ-અવયવ
- અંજલિ-ખોબો
- અંતર-મન
- અંદેશ-વહેમ
- અંબર-આકાશ
- કકુમ્-દિશા
- કર–કિરણ, હાથ
- કરતલ-હથેલી
- કુમુદ-કુમુદિની
- કુરંગડાં-હરણાં
- કુસુમ-ફૂલ
- કુળમંડપ-કુલ રૂપ માંડવો
- કોકિલા-કોયલ
- કોષ-ભંડાર
- કૌમારવ્રત-કુમારિકાવ્રત
- ગુંજતી-ગણગણતી
- ગુંજન-ગણગણાટ
|
- ગોઠડી-વાત
- ગોદ-ખોળો
- ગોરાંદે-સ્ત્રી
- ગોંદરો-પાધર
- ઘન-મેઘ
- જનની-મા
- જાઈ-દીકરી
- જાયો-દીકરો
- જીવન-વાણી, જિંદગી
- તરણિ-સૂર્ય
- તરલિત-ધ્રૂજતું
- તરંગ-લહેર, મોજાં
- તાલ-તાલી
- તીર-કાંઠો
- દાદુર-દેડકો
- દામ્પત્ય-દંપતીભાવ
- દગ-આંખ
- દેવતરુ-સ્વર્ગનાં ઝાડ
- ધણ-સીમન્તિની, ગાયોનું ટોળું
- ધોરી-બળદ
- નાવિક-વહાણ ચલાવનાર
- નિકુંજ-લતામંડપ
- નાવલિયો-પતિ
- ૫થ-માર્ગ
- પદરવ-૫ગલાંનો અવાજ
- પરિયાણ-પ્રપાણ
|
- પરી-છેટી
- પાન-પીવું તે
- પાવન-પવિત્ર
- પીયૂષ-અમૃત
- પંચમ-કોયલનો સૂર
- પંથી-મુસાફર
- પ્રમદ-આનંદ
- પ્રણેશ-પતિ
- ભવ-સંસાર
- ભવન-ઘર
- ભાનુ-સૂર્ય
- ભીતિ-બીક
- ભીરુ-બીકણ
- ભુવન-જગત
- ભંગ-તરંગ
- મધુ-મધ
- મધુમંડપ-વસંતમંડપ
- મહિયર-પિયર
- મહેરામણ-સમુદ્ર
- માજણી—બહેન
- માતૃગુંજન–માના હૃદયનો અવાજ
- માણ્ય-માણવું
- મીન-માછલું
- રજની-રાત
- રણવાસ-અંતઃપુર, જનાનખાનું
- રમણ-પતિ
- રમણી-૫ત્ની
|
- રમા-લક્ષ્મી
- રવિ-સૂર્ય
- રુંધન-રુંધવું
- રેણ-ધૂળ
- રોદન-રુદન
- લાલિમા-રતાશ
- લોચન-આંખ
- વસુમતી-પૃથ્વી
- વાજ-પાંખ, ઝડપ
- વામા-સ્ત્રી
- વાયસ-કાગડો
- વાહિની-નદી
- વિધિ-વિધાતા
- વિભુ-પ્રભુ
- વિવશ-પરવશ
- વિહંગ-પંખી
- વિહંગડા-પંખીડા
- વૃન્દ-સમૂહ
- વ્યોમ-આકાશ
- વ્યોમનદી-આકાશગંગા
- શયિત-સૂતેલું
- શશાંક-ચંદ્ર
- શારદ-શરદઋતુ
- શિલા-પથ્થર
- શીત-ઠંડું
- શેવાળ-લીલ
|
- શ્રમશીકર-પરસેવો
- શ્રવણ-સાંભળવું
- સદન-ઘર
- સમર્પિયે-આપીએ
- સમોવડ-સમોવડિયાં
- સરસી-તળાવ
- સરિત-નદી
- સરિત્સુંદરી-નદી રૂપ સ્ત્રી
- સલિલ-પાણી
- સાયર-સમુદ્ર
- સારિકા-મેના
- સિન્ધુ-સમુદ્ર
- સુધા-અમૃત
- સુમન-ફૂલ
- સુરધામ-સ્વર્ગ
- સુરપુર-સ્વર્ગ
- સુરભિ-ગન્ધ, ગાય
- સુરસુંદરી-દેવાંગના
- સૌરભ-સુગન્ધ
- સંચાર-ગગન
- સંભ્રમ-હર્ષની ઉતાવળ
- સંમતિ-અનુમતિ
- સંવ્યગ્ર-અતિવ્યગ્ર
- સ્નાતિ-નહાતી
- હાસ-હાસ્ય
- હિમ-બરફ, ઠંડક
- હેમંત-શીતકાળ
|