રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/ઇંદુમુખી, માધુરી, ગોપી અને રસમયી

← રામમણિ રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
ઇંદુમુખી, માધુરી, ગોપી અને રસમયી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
નાગબાઈ ચારણી →


१५९–१६२–इंदुमुखी, माधुरी,
गोपी अने रसमयी

ભારતવર્ષના પ્રત્યેક પ્રાંતમાં સ્ત્રીકવિઓ થતી આવી છે. આ પુસ્તકમાં આપણા ગુજરાતની તથા ઉત્તર હિંદુસ્તાનની કેટલીક સ્ત્રીકવિઓનો થોડોઘણો પરિચય અમે આપી ચૂક્યા છીએ. બંગાળા પ્રાંતમાં પ્રાચીન સમયમાં પણ કેટલીક ઉત્તમ કવિઓ થઈ ગઈ છે. તેમાંની એક સ્ત્રીકવિ રામમણિનો થોડો ઘણો વૃત્તાંત અમે ઉપર આપી ગયા છીએ. બંગાળી ભાષામાં ઉપર જણાવેલી ચાર સન્નારીઓએ પણ ઈશ્વરભક્તિ સંબંધી સારી કવિતાઓ લખી છે. વૈષ્ણવોના ગ્રંથોમાં તેમણે રચેલાં બંગાળી પદ મળી આવે છે, પરંતુ તેમનું જીવનચરિત્ર મળી આવતું નથી, છતાં પણ જે સ્ત્રીરત્નોએ પોતાની પ્રાસાદિક વાણીથી ભગવાનના ગુણાનુવાદ ગયા છે, તથા જેમના ઉપદેશથી આજ પણ અમારી અનેક બહેનો ભગવ૫રાયણ બને છે, તેમનાં નામ માત્રનો પણ ઉલ્લેખ કરીને અમે કૃતાર્થ થઈએ છીએ.