રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/ઝેબા ચહેરા

← ગુન્નોરની રાણી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
ઝેબા ચહેરા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
મીરાંબાઈ →


१६६–झेबा चहेरा

સંગેસરના રાજાની કન્યા હતી. અલાઉદ્દીન બહમની તરફથી દક્ષિણનાં અનેક રાજ્યો જીતવાનો દિલાવરખાંને હુકમ મળ્યો હતો, તે વખતે સંગેસરના રાજાએ બાદશાહ અલાઉદ્દીન બહમનીને જજિયાવેરો આપવાનું કબૂલ કર્યું હતું. દિલાવરખાંએ જોયું કે, રાજાની પુત્રી ઘણીજ સુંદર હતી. તેણે હિજરી સને ૮૪૧માં એ કન્યાને બાદશાહના અંતઃપુરમાં મોકલી આપી. એ રાજકન્યા ઘણીજ ખૂબસૂરત અને સંગીતમાં અતિકુશળ હતી. બાદશાહે તેના ઉપર પ્રસન્ન થઈ જઇને તેનું નામ “ઝેબા ચહેરા” પાડ્યું હતું. અલાઉદ્દીન અને ઝેબા ચહેરાનો પ્રેમ દક્ષિણમાં પ્રસિદ્ધ હતો.