રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/પૃથા
← જયદેવપત્ની પદ્મિની | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો પૃથા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
આણ્ડાલ → |
१२८–पृथा
એ વીર પૃથ્વીરાજની બહેન અને મેવાડના રાણા સમરસિંહની રાણી હતી. પિતાને ઘેર એને યોગ્ય શિક્ષણ મળ્યું હતું. પૃથ્વીરાજનો તેના ઉપર વિશેષ પ્રેમ હતો. આદર્શ ક્ષત્રિયાણીને છાજે એવા બધા ગુણેથી એ વિભૂષિત હતી. તેમાં વળી અમરસિંહ જેવાં પુણ્યાત્મા અને રાજનીતિવિશારદ પતિ પ્રાપ્ત થવાથી એના સદ્ગુણ વિશેષ ખીલી નીકળ્યા હતા. પતિને તથા ભાઈને રાજનીતિના કૂટ પ્રશ્નોમાં એ સલાહ આપતી.
શાહબુદ્દીન સાથેના યુદ્ધમાં પૃથ્વીરાજને સહાયતા કરવા સારૂ રાણા સમરસિંહ દિલ્હી ગયા, ત્યારે પૃથા પણ સાથે ગઈ હતી અને પતિ તથા બંધુને યોગ્ય વચનોથી પ્રોત્સાહિત કર્યા હતા. મુસલમાનની સાથેના એ ભીષણ યુદ્ધમાં પૃથ્વીરાજની સાથે રાણા સમરસિંહ પણ મરણ પામ્યા, એ સમાચાર સાંભળતાંજ વીરાંગના પૃથા યુદ્ધભૂમિમાં પહોંચી હતી અને પતિના શબને ખોળી કાઢી, અને પોતાના ખોળામાં લઈ ચિતા સળગાવી, ભસ્મીભૂત થઈ ગઈ હતી.