રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/રાણી સાલમણિ
← મહાદેવી અક્કા | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો રાણી સાલમણિ શિવપ્રસાદ દલપતરામ પંડિત |
કાન્તિ → |
१२३–राणी सालमणि
એ રાજા ઓરાદતની રાણી હતી. તેણે ભોપાળના કિલ્લાની પાસે એક ઘણું વિશાળ અને સંગીન તીર્થ બંધાવ્યું અને તેનું નામ સભામંડળ રાખ્યું. એ મંદિર વિક્રમ સવંત ૧૨૦૮ માં બંધાવા માંડ્યું હતું અને વિ○ સં○ ૧૨૪૧ માં બનીને તૈયાર થયું હતું. રાણી સાલમણિ ઘણી ધર્માત્મા સ્ત્રી હતી. તેણે ૫૦૦ બ્રાહ્મણને રોજગાર બાંધી આપ્યો, એ બ્રાહ્મણનું કામ ફક્ત પૂજાપાઠ કરીને બેસી રહેવાનું નહોતું. તેઓ ત્યાંની પ્રજાને ધાર્મિક શિક્ષણ પણ આપતા હતા. હજારો વિદ્યાર્થીઓ તેમની પાસે વેદશાસ્ત્ર ભણવા આવતા. એ સમયે ભારતવર્ષમાં રાણી સાલમણિએ સ્થાપેલા એ મંડળની સારી ખ્યાતિ હતી.