રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/સુભદ્રા
← ઇન્દુલેખા | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો સુભદ્રા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
નાગમ્મા → |
१०३–सुभद्रा
આ સન્નારીને માટે રાજશેખર કવિને ઘણું માન હતું. એ કહે છે કે, “ખરેખર સુભદ્રાએ અર્જુનના મનમાં સ્થાન મેળવ્યું છે. સુભદ્રા કવયિત્રીએ વાક્યોના ન્યાસની નિપુણતાથી કવિઓનાં મન હરી લીધાં છે.” કવિઓનાં મન હરી લેનારી આ સન્નારીનો એક જ શ્લોક જળવાયેલો છે.
दुग्धं च यत्तदनुयत् क्कधितं ततो नु माधुर्य तस्य हनमुन्मथिते च वेगात् । जातं पुन घृत कृते नवनीत वृत्ति स्नेहो निवन्धन मनर्थ परंपराणाम् ॥
“જે દૂધ હતું તેને પ્રથમ દોહવામાં આવ્યું. તે પછી તેને ઉકાળવામાં આવ્યું. આધરકીને તેની મધુરતા હરી લેવામાં આવી અને વેગથી તેને વલોવવામાં આવ્યું. વળી ઘી મેળવવા સારૂ તેને માખણ કરી તપાવવામાં આવ્યું; ખરેખર સ્નેહ (ઘી) એ અનર્થની પરંપરાઓનું નિબંધન છે.”
આ શ્લોકમાં સ્નેહનો શ્લેષ સર્વને સરળતાથી સમજાય તેવો છે.