રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/નાગમ્મા
← સુભદ્રા | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો નાગમ્મા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
અવંતિસુંદરી → |
१०४–नागम्मा
એવિદુષીના જીવનચરિત્રની માહિતી નથી, પણ શારંગધર પદ્ધતિમાં નમસ્કૃતિ પ્રકરણના છેવટમાં સૂર્યના વંદન માટે નાગમ્માનો શ્લોક આપવામાં આવ્યો છે, તે ઉપરથી જણાય છે કે એ સારી કવિતા રચતી હશે.
शुकतुण्डच्छवि सवितुश्चण्डरुचः पुण्डरीकवनबन्धोः।
मण्डलमुदितं वन्दे कुण्डलमाखण्डलाशायाः ॥
પોપટની ચાંચ જેવા લાલ અને પૂર્વ દિશાના કુંડળ સરખા ઉગેલા કમળવનના સમા ઉગ્ર કાંતિવાળા, સૂચબિંબને હું નમું છું.