લઈ રે નામ
લઈ રે નામ દેવ ડુંગરપુરી |
લઈ રે નામ
લઈ રે નામ, લઈ રે નામ, નામ સે તીરે
નામ ભૂલી આતમા ભમતી ફીરે જી
બાહરે ઉભો મૃગલો ખેતર મેં ચરે
ધની આવે ધોરે ઉભો ભજતો ફીરે જી
લઈ રે નામ...
આંધડે ને માલા દીની, ફેંકતો ફીરે
મૂરખ હાથ દે હીરો દીનો ધરતી ધરે
લઈ રે નામ...
નુગુરા ના નીમા દીનો, કેહતો ફીરે
પેહેરે કસ્તૂરી કપડાં, તેલ મેં તરે
લઈ રે નામ...
સાધુડા ના સંગ જાયે, સુધરો ફીરે
દેવ ડુંગર પુરી બોલ્યા, નામ સે તીરે
લઈ રે નામ...