Respected sir, I m Damini Panchal student of K.E.S.shroff college of arts&comm. n had attended ZARUKHO function held on 6/4/13 in mumbai, sir i like your this site v.much its v.nce i was in search of such site only where i can read our culture related books & thanks to give us such nce site. Sir i want to tell you that piz connect this website to facebook becaz i want to share this site to all my other friendz & want to make them also aware of this site & pizz give option of LIKE and SHARE both so we can like this page as we want to be a part of that event I hope you will think about my suggestion

'ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨'ની એક ત્વરિત સમીક્ષા

ફેરફાર કરો

૧ માર્ચથી શરૂ થયેલ 'ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨' ગઈ કાલે પુરી થઇ.

સ્પર્ધાની કેટલીક ઉપલબ્ધિઓ આ મુજબ ગણાવી શકાય

૧. વિજય બારોટ, અશોક વૈષ્ણવ,દીપકભાઇ, નિઝિલ શાહ, મીરા પરમાર અને 'મેઘધનુ' એમ છ મિત્રો સ્પર્ધામાં જોડાયાં, જે પણ એક નવી શરૂઆત છે.

૨. આ પૈકી વિજયભાઇ, અશોક વૈષ્ણવ અને 'મેઘધનુ' સક્રિય રહ્યા.

૩. આ ત્રણ સહસ્પર્ધકોએ બધું મળીને ૬૧૮ પાનાં Proofread કર્યાં અને ૫૮૬ પાનાં Validate કર્યાં. ૪. સામાન્ય સંજોગોમાં વિકિસ્ત્રોત પર જેટલું દરરોજ સરેરાશ કામ થાય છે તેની સરખામણીમાં આ કામ લગભગ છ મહિનાનાં કામ જેટલું થયું.

૫. આટલાં પાનાં, આટલી ઝડપથી Proofread માટે ઉપલ્બધ રહે એટલે વિજયભાઈએ એકલે હાથે લગભગ ૭૦૦ જેટલાં પાનાંનું OCR પણ કર્યું.

કેટલાક આકસ્મિક સંજોગોને કરણે આ સ્પર્ધામાં સુશાંત ભાઇ ભાગ ન લઈ શકય અનહીં તો હજુ ઘણું વધારે કામ થઈ શક્યું હોત.

અન્ય ભાષાઓ કરતાં હજુ આપણે ઘણું વધારે કામ કરવાનું છે એ વાત સ્વીકારતાંની સાથે આટલું જે કામ થયું છ એતે પણ સંતોષની વાત જણાય છે.

જોકે, આપણે આ શરૂઆતને હજુ ઘણી આગળ લઈ જઈ શકીએ તેમ છીએ. તે માટે વધારેમાં વધારે મિત્રોએ દરરોજના માત્ર અડધો કલાકનો સમય ફાળવવાની જરૂર છે.

વિકિસ્રોતનાં ભવિષ્યની ઉજ્જ્વળ સંભાવનાઓની શુભેચ્છાઓ સહ,

અશોક વૈષ્ણવ--Amvaishnav (ચર્ચા) ૦૯:૪૩, ૧૬ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર

Return to the project page "સમાજ મુખપૃષ્ઠ".