વેણીનાં ફૂલ/બોલે મોરલો
← બાલૂડી બ્હેન | વેણીનાં ફૂલ બોલે મોરલો ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ |
પારેવાં લ્યો → |
હાં હાં રે મીઠો બોલે મોરલો
દીઠો અદીઠો બોલે મોરલો
ડુંગરની ધારે બોલે મોરલો
દેવળને દ્વારે બોલે મોરલો
આંબાની ડાળે બોલે મોરલો
સ્રોવરની પાળે બોલે મોરલો
રાજાના ચોકમાં બોલે મોરલો
રાણીના ગોખમાં બોલે મોરલો
વીરાને ઓટલે બોલે મોરલો
ભાભીને ચોટલે બોલે મોરલો
મોતી ચણંતો બોલે મોરલો
દિન ગણંતો બોલે મોરલો
પંખીડાં તરસ્યાં, બોલે મોરલો
મેહૂલા વરસ્યા, બોલે મોરલો
ઢેલડદે આવો ! બોલે મોરલો
મોંઘા મા થાઓ ! બોલે મોરલો
ઢેલડ ભીંજાય છે, બોલે મોરલો
આવે ને જાય છે, બોલે મોરલો
પીંછાની છતરી, બોલે મોરલો
ઢેલડને શિર ધરી, બોલે મોરલો
🙖