શોભા સલૂણા શ્યામની
દયારામ
(ઢાળ : મુગટ પર વારી જાઉં, નાગરનંદા)




શોભા સલૂણા શ્યામની

તું જો ને સખી ! શોભા સલૂણા શ્યામની.

કોટિ કંદર્પ લજાવે એનું મુખડું ,
ફીકી પડે છે કલા કામની. તું જોને.

સદ્ગુણ સાગર નટવર નાગર ,
બલિહારી હું એના નામ ની . તું જોને.

કોટિ આભૂષણનું એ રે ભુષણ,
સીમા તું છે એ અભિરામની. તું જોને.

સમજે એને સાર સરવનું ,
બીજી વસ્તુ નથી કામની . તું જોને.

અનુપમએ અલબેલો રસિયો,
જીવનમૂડી દયારામ ની . તું જોને.