શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૫. દર્શન સમ્યક્ત્વ

← શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૪. જ્ઞાનના અતિચાર શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૫. દર્શન સમ્યક્ત્વ
જૈન ધાર્મિક સાહિત્ય
શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૬. પહેલું અણુવ્રત →


૫. દર્શન સમ્યક્ત્વ

દંસણ - દર્શન-યથાર્થ શ્રદ્ધા
સમકિત - સાચા દેવ (સુદેવ), સુગુરુ, સુધર્મ ઉપર શ્રધ્ધા રાખવી તે
પરમત્થ - એવા પરમ સત્ય કે અર્થને બતાવનાર
સંથવો - પરિચય કરવો
વા - અને, અથવા
સુદિઢ્ઢ - ભલી દ્રષ્ટિથી જોયા છે (એવા)
પરમત્થ - પરમ સત્યને, સિદ્ધાંતને તત્ત્વને (એવા સાધુની)
સેવણા - સેવા કરવી, સંગ કરવો, ઉપસના કરવી
વા વિ - અને વળી
વાવન્ન - સમકિત (જ્ઞાન-દર્શન-ચારિત્ર) પામીને તેનાથી ખસી ગયા કે ભ્રષ્ટ થયા હોય તેવા
કુદંસણ વજ્જણા - ખોટા માર્ગ, ખોટી શ્રદ્ધાનો (૩૬૩ પાંખડીઓનો) પાપ કરીને ધર્મ માનનારાઓનો ત્યાગ કરવો

સમ્મત્ત સદ્હણા - એ સમકિતવંતની શ્રધ્ધા
એહવા સમકિતના - એવા સમકિત જીવ
સમણોવાસએણં - શ્રમણોપાસક, સાધુ સેવનાર શ્રાવકને
સમ્મત્તસ્સ - સમકિતના
પંચ અઈયારા - પાંચ અતિચાર
પેયાલા - મોટા પાતાળ કળશ સમાન, મુખ્ય, પ્રધાન
જાણિયવ્વા - જાણવા યોગ્ય
ન સમાયરિયવ્વા - (પણ) આચારવા યોગ્ય નહિ
તં જહા - તે જેમ છે તેમ
તે આલોઉં - તે કહું છું
શંકા - સમકિતના વિષે (જૈનધર્મ વિષે) શંકા રાખે
કંખા - મિથ્યાત્વિના મતની ઈચ્છા કરવી તે
વિતિગિચ્છા - કરણીના ફળમાં સંદેહ રાખવો
પરપાસંડ પરસંસા - બીજા પાખંડીના મતના વખાણ કર્યા હોય

પરપાસંડ સંથવો - બીજા પાખંડીનો સમાગમ પરિચય કર્યો હોય

એમ સમકિતરૂપી રત્નને વિષે મિથ્યાત્વરૂપ રજ, મેલ, દોષ લાગ્યો હોય તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં