શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૬. પહેલું અણુવ્રત
૬. પહેલું અણુવ્રત
(સ્થૂલ - પ્રાણાતિપાત-વેરમણ વ્રત)
મોટી જીવહિંસાનો ત્યાગ
(આત્માનો ગુણ અહિંસક હોય છે. ક્યારેક તે ભાવથી ભ્રષ્ટ થઈ હિંસકભાવ ઉત્પન્ન કરી, ત્રસ, સ્થાવર જીવોની હિંસા કરી જે કર્મો બાંધે છે, તે તોડી અમરપદનું રક્ષણ કરવા માટે ત્રસ જીવોની હિંસા નહિ કરવા સંબંધે)
પહેલું - પહેલું
અણુવ્રત - નાનું વ્રત [૧]
થૂલાઓ - મોટા
પાણાઈવાયાઓ - પ્રાણોના વ્યતિપાત - હિંસાથી
વેરમણં - નિવર્તું છું
ત્રસ જીવ - હાલતા ચાલતા જીવો (જેવા કે)
બે ઈંદિય - બે ઈદ્રિંયવાળા
તેઈંદિય - ત્રણ ઈદ્રિંયવાળા
ચૌરિંદિય - ચાર ઈદ્રિંયવાળા
પંચેંદિય - પાંચ ઈદ્રિંયવાળા
જીવ - જીવોને
જાણી પ્રિછી - જ્ઞાનથી જાણીને ઓળખીને
સ્વ સંબંધી - પોતાના તથા સંબંધીના
શરીર માંહેલા પીડાકારી - શરીર માંહેલા પીડા ઉપજાવે તેવા
સ અપરાધી - પોતાનો અપરાધ કર્યો તેવા (પણ)
વિગલેન્દ્રિય વિના - બે ત્રણ ચાર ઈદ્રિયવાળા જીવો તથા બાળક-ગાંડા વગેરે, જ્ઞાન ભાન વિનાના જીવો સિવાય, બાકીના ત્રસ જીવોને
આકુટ્ટિ - જાણી જોઈને ઈરાદાપૂર્વક
હણવા નિમિત્તે - હણવાની બુધ્ધિએ
હણવાના પચ્ચક્ખાણ - મારી નાખવાની બંધી
તથા સુક્ષ્મ એકેંદ્રિય - પણ હણવાના પચ્ચકખાણ[૨]
જાવજ્જીવાએ - જીવું ત્યાં સુધી
દુ વિહં - બે કરણે
તિ વિહેણં - ત્રણ જોગે કરી
ન કરેમિ - હું પોતે (ત્રસજીવોની)હિંસા કરૂં નહિ
ન કારવેમિ - અને બીજા પાસે (ત્રસજીવોની) હિંસા કરાવું નહિ
મણસા - મને કરી
વયસા - વચને કરી
કાયસા - કાયાએ કરી [૩]
એહવા પહેલા - એવા પહેલા
થૂલ પ્રાણાતિપાત - મોટા જીવની હિંસાથી
વેરમણં વ્રતના - નિવર્તવાના વ્રતના
પંચ અઈયારો - પાંચ અતિચાર
પેયાલા - પાતાળ કળશ સમાન મોટા
જાણિઅયવ્વા - જાણવા યોગ્ય (પણ)
ન સમાયરિયવ્વા - આચરવા યોગ્ય નહિ
તં જહા - તે જેમ છે તેમ
તે આલોઉં - કહું છું
બંધે - ત્રસ જીવને ગાઢે બંધને બાંધ્યા હોય
વહે - ત્રસ જીવને લાકડી પ્રમુખના પ્રહાર કર્યા હોય
છવિચ્છેએ - નાક, કાન, આસિ અવયવો છેદ્યાં હોય
અઈ ભારે - ગજા ઉપરાંત ભાર ભર્યો હોય અથવા ગજા ઉપરાંત કામ કરાવ્યું હોય
ભત્તપાણ વોચ્છેએ - દ્વેષ બુધ્ધિથી ભોજન પાણીની અંતરાય પાડી હોય
તસ્સ મિચ્છામિ દુક્કડં - તે મારું પાપ મિથ્યા થાઓ
એહવા પહેલા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
નોંધ
ફેરફાર કરો- ↑ જૈન સાધુ સાધ્વીજીને મન વચન કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ તથા અનુમોદવી નહિ, એમ નવ કોટિએ આજીવન પચ્ચક્ખાણ હોય છે. તેથી તેઓ દ્વારા લેવાતા વ્રતોને મહાવ્રત કહેવામાં આવે છે. જ્યારે શ્રાવક-શ્રાવિકાઓને મન-વચન-કાયાથી ત્રસજીવોની હિંસા અક્રવી નહિ, કરાવવી નહિએમ છ કોટિએ પચ્ચક્ખાણ હોય છે. તેથી શ્રાવક શ્રાવિકાઓના વ્રતોને અણુવ્રતો કહેવાય છે.
- ↑ સૂક્ષ્મ એકેંદ્રિય જીવ આપણાથી માર્યા અમ્રતા નથી, હણ્યા હણાતા નથી, પણ પચ્ચક્ખાણ કર્યા ન હોય તો, ક્રિયા લાગે છે, તેથી આ વાક્ય બોલાય છે.
- ↑ એમ બે કરણે અને ૩ યોગે એટલે ૨ x ૩ = એમ ૬ કોટિએ