શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૭. બીજું અણુવ્રત

← ૬. પહેલું અણુવ્રત શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૭. બીજું અણુવ્રત
જૈન ધાર્મિક સાહિત્ય
૮. ત્રીજું અણુવ્રત →


૭. બીજું અણુવ્રત


(સ્થૂલ-મૃષાવાદ-વેરમણ વ્રત)
મોટું જુઠું બોલવાનો ત્યાગ
(આપણો આત્મા સત્ય ભાવથી ભરપૂર હોવા છતાં સત્યથી ભ્રષ્ટ થઈ અસત્ય ઉત્પન્ન કરી દરેક પદાર્થ પ્રત્યે અસત્ય બોલી કજે કર્મો બાંધે છે, તે કર્મોથી મુક્ત થઈ સત્યનું રક્ષણ કરવા માટે મોટું જૂઠ નહિ બોલવા સંબંધી)

બીજું અણુવ્રત - બીજું નાનું વ્રત
થૂલાઓ મુસાવાયાઓ - મોટું જૂઠું બોલવાથી
વેરમણં - નિવર્તું છું
કન્નાલિક - વર કન્યાના રૂપ ગુણ અને ઉમ્મર સંબંધી જૂઠ
ગોવાલિક - ગાય ભેંસ વગેરે ચોપગા પશુમાં રૂપ ગુણ અને વર્ષ સંબંધી જુઠ
ભોમાલિક - જમીન સંબંધી જૂઠ
થાપણમોસો - થાપણ ઓળવવા સંબંધી જૂઠ

મોટકી કુડી સાખ - મોટી ખોટી સાક્ષી આપવા સંબંધી જુઠ
ઈત્યાદિ - એ વગેરે
મોટકું - મોટું
જૂઠું - જૂઠું
બોલવાના પચ્ચક્ખાણ - બોલવાની પ્રત્યાખ્યાન
જાવજ્જીવાએ - જ્યાં સુધી જીવું ત્યાં સુધી
દુવિહં - બે કરણે
તિવિહેણ - ત્રણ જોગે
ન કરેમિ - હું કરું નહિ
ન કારવેમિ - (બીજા પાસે) કરાવું નહિ
મણસા - મને કરી
વયસા - વચને કરી
કાયસા - કાયાએ કરી
એવા બીજા થૂલ - મોટા
મૃષાવાદ - જૂઠું બોલવાનું
વેરમણં - તજ્વાના
વ્રતના - વ્રતના
પંચ અઈયારા - પાંચ અતિચાર
જાણિયવ્વા - જાણવા જેવા
ન સમાયરિયવ્વા - (પણ) આચરવા જેવા નહિ
તંજ્હા - તે જેમ છે તેમ
તે આલોઉં - કહું છું
સહસા ભક્ખણે - ધ્રાસકો પડે એવું બોલાયું હોય
રહસા ભક્ખણે - કોઇની છાની વાત ઊઘાડી કરી હોય
સદારમંતભેએ[૧] - પોતાની સ્ત્રીના મર્મ ઊઘાડાં કર્યાં હોય
મોસાવએએ - ખોટો ઉપદેશ કે ખોટી સલાહ આપી હોય
કૂડલેહકરણે - ખોટા લેખ, દસ્તાવેજ, બીલ, ચોપડા વગેરે લખ્યા હોય

એહવા બીજાપહેલા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.

નોંધ ફેરફાર કરો

  1. શ્રાવિકાઓએ' સભર્તાર-મંતભી' પાઠ બોલવો