શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૫. કાઉસ્સગ્ગ આવશ્યક/ધર્મધ્યાનનો કાઉસ્સગ્ગ

← ૫. કાઉસ્સગ્ગ આવશ્યક શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
ધર્મધ્યાનનો કાઉસ્સગ્ગ
[[સર્જક:|]]
૬. પચ્ચક્ખાણ આવશ્યક →


ધર્મધ્યાનનો કાઉસ્સગ્ગ


સે કિં ત
ધમ્મેજ્ઝાણે
ચઉવ્વિહે
ચઉપ્પડીયારે
પન્નતે તં જ્હા
આણાય વિજએ
અવાય વિજએ
વિવાગ વિજએ
સંઠાણ વિજએ
ધમ્મસ્સણં જ્ઝાણસ્સ
ચત્તારિ લક્ખણા
પન્નત્તા તં જ્હા
આણા રૂઈ
નિસગ્ગ રૂઈ
ઉવએસ રૂઈ
સુત્ત રૂઈ
ધમ્મસ્સણં જ્ઝાણસ્સ
ચત્તારિ આલંબણા
પન્નત્તા તં જ્હા
વાયણા
પુચ્છણા
પરિયટ્ટણા

ધમ્મકહા
ધમ્મસ્સણં જ્ઝાણસ્સ
ચત્તારિ અણુપ્પેહા
પન્નત્તા તં જ્હા
એગચ્ચાણુપ્પેહા
અણિચ્ચાણુપ્પેહા
અસરણાણુંપ્પેહા
સંસારાણુપ્પેહા

એ ધર્મધ્યાનનો સૂત્ર પાઠ કહ્યો, હવે તેના અર્થ કહે છે

ધર્મ ધ્યાન ના પહેલા ચાર ભેદ :
૧) આણાય વિજ્યે
૨) અવાય વિજ્યે
૩) વિવાગ વિજ્યે
૪) સંઠાણ વિજ્યે

પહેલો ભેદ આણાય વિજ્યે: આણાય વિજ્યે, કેહતાં વીતરાગ દેવની આજ્ઞાનો વિચાર ચિંતવવો તે વીતરાગ દેવની આજ્ઞા એવી છે, કે સમકિત સહિત શ્રાવકનાં બાર વ્રત્ અગિયાર પડિમા, સાધુજીના પાંચ મહાવ્રત તથા બાર ભિક્ખુની પડિમા શુભ ધ્યાન, શુભ જોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને છકાય જીવની રક્ષા, એ વીતરાગ દેવની આજ્ઞા આરાધવી તેમાં સમય માત્રાનોં પ્રમાદ ન કરવો, ચતુર્વિધ સંઘના ગુણ-કીર્તન કરવા એ ધર્મધ્યાનનો પહેલો ભેદ કહ્યો

બીજો ભેદ અવાય વિજ્યે: અવાય વિજ્યે કહેતાં, જીવ સંસારમાં દુઃખ શા થકી ભોગવે છે ? તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભજોગ, અઢાર પાપ સ્થાનક અને છકાય જીવની હિંસા, એથી કરીને જીવે દુઃખ પામે છે માટે એવું દુઃખનું કારણ જાણી એવો આશ્રવ માર્ગ છાંડી સંવર માર્ગ આદરવો, જેથી જીવ દુઃખ ન પામે, એ ધર્મધ્યાનનો બીજો ભેદ કહ્યો.

ત્રીજો ભેદ વિવાગ વિજ્યે: વિવાગ વિજ્યે કહેતાં, જીવ સંસારમાં સુખ અને દુઃખ ભોગવે છે તે શા થકી ? તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે, જીવે જેવે રસે કરી પૂર્વે જેવાં શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ, આઠ કર્મ ઉપાર્જન કર્યા છે, તે શુભાશુભ કર્મના ઉદયથી, જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતા થકાં, કોઈ ઉપર રાગદ્વેષ ન આણી, સમતાભાવ રાખી, મન વચન કાયાના શુભ જોગ સહિત, શ્રી જૈન ધર્મને વિષે પ્રવર્તીએ, જેથી નિરાબાધ પરમ સુખને પામીએ, ધર્મધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો. ચોથા ભેદ સંઠાણ વિજ્યે: સંઠાણ વિજ્યે કહેતાં, ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો તે ત્રણ લોકના આકારનું સ્વરૂપ, સુપઈઠીક સરાવલાને આકારે છે. લોક જીવ, અજીવથી સંપૂર્ણ ભર્યો છે, અસંખ્યાતા જોજનની ક્રોડા ક્રોડી પ્રમાણે ત્રિછો લોક છે તેમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, અસંખ્યાતા વાણવ્યંતરનાં નગર છે અસંખ્યાતા જ્યોતિષીનાં વિમાન છે, તથા અસંખ્યાતી દેવતાની રાજધાની છે તેને મધ્યભાગે અઢી દ્વીપ છે, તેમાં જધન્ય તીર્થકર ૨૦ અને ઉત્ક્રુષ્ટા હોય તો ૧૬૦ અગર ૧૭૦, જધન્ય બે ક્રોડા કેવળી અને ઉત્ક્રુષ્ટા નવ હજાર ક્રોડ સાધુ સાધ્વી હોય, તેમને "વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણં, મંગલં, દેવયં, ચેઈયં, પજ્જુવાસામિ" તથા ત્રિછા લોકમાં અસંખ્યાતા શ્રાવક શ્રાવિકા છે, તેમનાં ગુણ ગ્રામ કરવાં.

તે ત્રિછા લોકથી અસંખ્યાતા ગુણો અધિક (મોટા) ઉર્ધ્વ લોક છે. તેમા બાર દેવલોક, નવ ગ્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનો છે, તે સર્વમા મળીને ૮૪,૯૭,૦૨૩ વિમાનો છે. તે ઉપર સિદ્ધ શિલા છે, ત્યાં સિદ્ધ ભગવંતજી, નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તેમને "વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણં, મંગલં, દેવયં, ચેઈયં, પજ્જુવાસામિ"

તે ઉર્ધ્વ લોકથી કાંઇક વિશેષ અધિક, (મોટા) અદ્યોલોક છે, તેમાં સાત નારકના ચોરાશી લાખ નરકવાસા છે, સાત ક્રોડ બહોંતેર લાખ ભવનપતિના ભવન છે. આવા ત્રણે લોકનાં સર્વસ્થાનક, સમકિત સહિત કરણી વિના, આ જીવે, અનંતી અનંતી વાર, જન્મ મરણે કરી ફરસી મુક્યા છે. તો પણ આ જીવનો, સંસારનો પાર આવ્યો નહિં. અવું જાણી સમક્તિ સહિત સૂત્ર (જ્ઞાન દર્શન) અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર અમર નિરાબાધ પરમ સુખને પામીએ. એ ધર્મધ્યાનનો ચોથો ભેદ કહ્યો.