શ્રી આનંદધન ચોવીશી/શ્રી અરનાથ સ્વામી

← શ્રી કુંથુનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી શાંતિનાથ સ્વામી
આનંદધન
શ્રી મલ્લિનાથ સ્વામી →



૧૮. શ્રી અરનાથ જિન સ્તવન

(રાગ: પરજિયો / મારુ)


ધરમ પરમ અરનાથનો, કેમ જાણું ભગવંત રે,
સ્વ પર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે... ધરમ પરમ... ૧

શુદ્ધતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસ રે;
પરબડી છાંડહી જેહ પડે, તે પર સમય નિવાસ રે... ધરમ પરમ... ૨


તારા નક્ષત્ર ગ્રહ ચંદની, જ્યોતિ દિનેશ મઝાર રે;
દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિઓજાતમ ધાર રે... ધરમ પરમ...૩

ભારી પીળો ચીકણો, કનક અનેક તરંગ રે;
પર્યાયદૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે... ધરમ પરમ... ૪

દરશન જ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અને કરે;
નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે... ધરમ પરમ... ૫

પરમારથ પંથ જે કહે, તે રંજે એક તંત રે;
વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે... ધરમ પરમ... ૬

વ્યવહારે લખે દોહિલા, કાંઈ ન આવે હાથ રે;
શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથ રે... ધરમ પરમ... ૭

એક એક પખી લખી પ્રીતિને, તુમ સાથે જગનાથ રે;
કૃપા કરીને રાખજો, ચરણ તળે ગ્રહી હાથ રે... ધરમ પરમ... ૮

ચક્રી ધરમ તીરથ તણો, તીરથફળ તતસાર[] રે;
તીરથ સેવે તે લહે, આનંદધન નિરધાર રે... ધરમ પરમ... ૯


  1. તત્ત્વસાર