શ્રી આનંદધન ચોવીશી/શ્રી મલ્લિનાથ સ્વામી

← શ્રી અરનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી મલ્લિનાથ સ્વામી
આનંદધન
શ્રી મુનિસુવ્રત સ્વામી →
(રાગ : કાફી...



(૧૯) શ્રી મલ્લિનાથ સ્વામી

(રાગ: કાફી)


સેવક કિમ અવગણિયે હો મલ્લીજિન, એહ અબ શોભા સારી;
અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી હો... મલ્લિજન...

જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારું તે લીધું તમે તાણી
જુઓ અજ્ઞાન દશા રિસાવી, જોતાં કાણ ન આણી હો... મલ્લિજન...

નિદ્રા સુપન જાગર ઉજાગરતાં, તુરિય[] અવસ્થા આવી;
નિદ્રા સુપન દશા રિસાણી, જાણીન નાથે મનાવી હો... મલ્લિજન...

સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી;
મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી હો... મલ્લિજન...

હાસ્ય અરતિ રતિ શોક દુગંછા, ભય પામર કરસાલી[];
નોકષાય ગજ ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલી[]... મલ્લિજન...

રાગદ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણ મોહના યોદ્ધા;
વીતરાગ પરિણતિ પરિણતમાં , ઉઠી નાઠા બોદ્ધા[] હો... મલ્લિજન...


વેદોદકામા પરિણામા, કામ્ય કરમ સહુ ત્યાગી;
નિષ્કામી કરુણારસ સાગર, અનંત ચતુષ્ક પદ ત્યાગી... મલ્લિજન...

દાન વિઘન વારી સહુજનને, અભયદાન પદ દાતા;
લાભ વિઘન જગ વિઘન નિવારક પરમ લાભરસ માતા... મલ્લિજન...

વીર્ય વિઘન પંડિત વીર્યે હણી, પૂરણ પદવી યોગી;
ભોગોપભોગ હોય વિઘન નિવારી, પૂરણ ભોગ સુભોગી... મલ્લિજન...

એ અઢાર દૂષણ વર્જિત તનુ, મુનિજન વૃદે ગાયા;
અવિરત રૂપક દોષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા હો... મલ્લિજન...

છણ વિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે;
દીનબંધુની મહેર નજરથી. આનંદધન પદ પાવે હો. .. મલ્લિજન...


  1. ચોથી
  2. કૃષિની
  3. થઈ
  4. મૂર્ખ