શ્રી આનંદધન ચોવીશી/શ્રી પદ્મપ્રભ સ્વામી
← શ્રી સુમતિનાથ સ્વામી | શ્રી આનંદધન ચોવીશી શ્રી પદ્મપ્રભ સ્વામી આનંદધન |
શ્રી સુપાશ્વનાથ સ્વામી → |
૬ પદ્મપ્રભ જિન સ્તવન
(રાગ: ચાંદલિયા સંદેશો કહેજે મારા કંથને રે...)
પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરુ રે, કિમ ભાંજે ભગવંત?
કર્મ વિપાકે હો કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત... પદ્મપ્રભ... ૧
પયઈ[૧] ઠિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂલ ઉત્તર બહુ બેહ્દ
ઘાતી અઘાતી હો બંધોદય ઉદીરણા રે, સત્તા કર્મ વિચ્છેદ... પદ્મપ્રભ... ૨
કનકોપલવત્ પયડિપુરુષ [૨] તણી રે, જોડી અનાદિ સ્વભાવ
અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય... પદ્મપ્રભ... ૩
કારણજોગે હો બંધે બંધને રે, કારાણ મુક્તિ મુકાય
આસ્ત્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય... પદ્મપ્રભ... ૪
યુંજનકરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણકરણે કરી ભંગ
ગ્રંથ ઉક્તે કરી પંડિત જન કહ્યો રે, અંતર ભંગ સુઅંગ... પદ્મપ્રભ... ૫
તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તૂર
જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદધન રસ પૂર... પદ્મપ્રભ... ૬