શ્રી આનંદધન ચોવીશી/શ્રી વિમલનાથ સ્વામી

← શ્રી વાસુપુજ્ય સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી વિમલનાથ સ્વામી
આનંદધન
શ્રી અનંતનાથ સ્વામી →
(રાગ:મહાર ઈડર આંબા આંબલી રે)



(૧૩) શ્રી વિમલનાથ સ્વામી

(રાગ: મલ્હાર ― ઈડર આંબા આંબલી રે)


દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ
ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ.
વિમલ જિન દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વંછિત કાજ... વિલમજિન... ૧

ચરન કમણ કમલા []વસે રે, નિર્મલ હિર પદ દેખ,
સમલ અથિર પદ પરિહરે રે, પંકજ પામર પેખ.... વિલમજિન...

મુજ મન તુજ પદ પંકને રે, લીનો ગુણ મકરંદ,
રંક ગને મંદર[] ધરા રે, ઈંદ ચંદ નગિંદ.... વિલમજિન...

સહિબ સમરથ તું ધણી રે, પામ્યો પર ઉદાર.
મન વિશરામી વાહલો રે, આતમચો []આધાર.... વિલમજિન...

દરિશણ દીઠે જિન તણું રે, સંશય ન રહે વેધ,
દિનકર કરભર પસંરતાં રે, અંધકાર પ્રતિષેધ.... વિલમજિન...

અમિભરી મૂરતિ રચી રે, ઉપમાન ઘટે કોય,
શાંત સુધારસ ઝીલતી રે, નીરખમ તૃપ્તિ ન હોય.... વિલમજિન...


એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ,
કૃપા કરી મુજ દીજીએ રે, આનંદધન પદ સેવ.... વિલમજિન...


  1. લક્ષ્મી
  2. મેરુ- સુવર્ણાચલભૂમિ
  3. આત્માનો