શ્રી આનંદધન ચોવીશી/શ્રી વાસુપુજ્ય સ્વામી
← શ્રી શ્રેયાંસનાથ સ્વામી | શ્રી આનંદધન ચોવીશી શ્રી શ્રેયાંસનાથ સ્વામી આનંદધન |
શ્રી વિમલનાથ સ્વામી → |
૧૨. શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
(રાગ: તુંગિયાગિરિ શિખરે સોહે)
વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરનામી રે,
નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે... વાસુપૂજ્ય... ૧
નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે,
દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે... વાસુપૂજ્ય... ૨
કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરિયે રે,
એક અનેક રૂપ ન વાદે, નિયતે નર અનુસરિયે રે... વાસુપૂજ્ય... ૩
દ્ઃખ સુખ રૂ અ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે,
ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.... વાસુપૂજ્ય... ૪
પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફળ ભાવી રે,
જ્ઞાન કરણ ફળ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે... વાસુપૂજ્ય... ૫
આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્વવ્યલિંગી રે,
વતુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મતિ સંગી રે... વાસુપૂજ્ય... ૬