શ્રી આનંદધન ચોવીશી/શ્રી શીતલનાથ સ્વામી

← શ્રી સુવિધિનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી શીતલનાથ સ્વામી
આનંદધન
શ્રી શ્રેયાંસનાથ સ્વામી →
(રાગ:મંગલિક માલા ગુણહ વિશાલા)



૧0. શ્રી શીતળનાથ જિન સ્તવન


(રાગ: ધનાશ્રી - ગોડી)

શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધભંગી મન મોહે રે,
કરૂણા કોમલતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે રે.... શીતલ... ૧

સર્વજંતુ હિતકરની કરુણા, કર્મ વિદારણ તીક્ષણ રે,
હાનાદાન[] રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે... શીતલ... ૨

અભયદાન તે મલક્ષય કરુણા, તીક્ષણતા ગુણ ભાવે રે,
પ્રેરણવિન કૃત ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે રે.... શીતલ... ૩

શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગ્રંથતા સમ્યોગે રે,
યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગે રે.... શીતલ... ૫

ઈત્યાદિક બહુભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે,
અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદધન પદ લેતી રે.... શીતલ... ૬


  1. દેવું ને લેવું