સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૭. રંગરૂટની ભરતી

← ૨૬. ઐક્યની ઝંખના સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૨૭. રંગરૂટની ભરતી
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૮. મરણપથારીએ →


૨૭. રંગરૂટની ભરતી

સભામાં હું હાજર થયો. વાઈસરૉયની તીવ્ર ઈચ્છા હતી કે મારે સિપાહીને મદદના ઠરાવને ટેકો આપવો. મેં હિંદી-હિંદુસ્તાનીમાં બોલવાની માંગની કરી. વાઈસરૉયે તે સ્વીકારી, પણ સાથે જ અંગ્રેજીમાં બોલવાનું સૂચવ્યું. મરે તો ભષન કરવું જ નહોતું. હું જે બોલ્યો ત્ આટલું જ હતું: 'મને મારી જવાબદારીનું પૂરતું ભાન છે, ને તે જવાબદારી સમજતો છતો હું આ ઠરાવને ટેકો આપું છું.'

મને હિંદુસ્તાનીમાં બોલવા સારુ ઘણાએ ધન્યવાદ આપ્યા. તેઓ કહેતા હતા કે, વાઈસરૉયની સભામાં આ કાળમાં હિંદુસ્તાનીમાં બોલવાનો આ પહેલો દાખલો હતો. ધન્યવાદ અને પહેલો દાખલો હોવાની ખબર ખૂંચ્યા. હું શરમાયો. આપના જ દેશમાં, દેશને લાગતા કામની સભામાં દેશની ભાષાનો બહિષ્કાર કે તેની અવગણના એ કેવી દુઃખની વાત! અને મરા જેવા કોઈ હિંદુસ્તાનીમાં એક બે વાક્ય બોલે તો તેમાં ધન્યવાદ શા? આવા પ્રસંગો આપની પડતી દશાનું ભાન કરાવનારા છે. સભામાં બોલેલા વાક્યમાં મરે સારુ તો બહુ વજન હતું. એ સભા કે એ ટૅકો મારાથી ભુલાય તેમ નહોતાં. મરી એક જવાબદારી તો મારે દિલ્હીમાં જ આટોપી લેવાની હતી. વઈસરૉયને કાગળ લખવાનું કામ મને સહેલું ન લાગ્યું. સભામં જવાની મારી આનાકાની , તેનાં કારણો, ભવિષ્યની આશાઓ વગેરેની ચોખવટ મારે સારુ કરવાની મને આવશ્યક લાગી.

મેંવાઈસરૉયને કાગળ લખ્યો તેમાં લોકમાન્ય તિલક, અલીભાઈઓ વગેરે નેટઓની ગેરહાજરી વિષે મારો શોક જાહેર કર્યો, લોકોની રાજ્ય પ્રકરણી માગણીનો ને લડાઈમાંથી ઉત્પન્ન થતી મુસલમાનોની માગણીઓનો ઉલ્લેખ કર્યો. આ કાગળ છાપવાની મેં રજા માગી તે વાઈસરૉયે ખુશીથી આપી.

આ કાગળ સિમલા મોકલવાનો હતો, કેમકે સભા પૂરી થતાં વાઈસરૉય તો સિમલા પહોંચી ગયાં હતાં. ત્યાં ટપાલ મારફતે કાગળ મોકલવો એમાં ઢીલ થતી હતી. મારે મન કાગળ મહત્ત્વનો હતો.વખત બચાવવાની જરૂર હતી. ગમે તેની સાથે કાગળ મોક્લવાની ઈચ્છા નહોતી. કોઈ પવિત્ર માણસની મારફત કાગળ જાય તો સારું એમ મને લાગ્યું. દીનબંધુ અને સુધીલ રુદ્રે ભલા રેવ. આયરલૅંડનું નામ સૂચવ્યું. તેમને કાગળ વાંચી તે તેમને શુદ્ધ લગે તો તે લઈ જવાનું કબૂલ કર્યું. કાગળ ખાનગી નહોતો જ. તેમણે વાંચ્યો, તેમને ગમ્યો ને લઈ જવા રાજી થયા. મેં બેજા વર્ગનું રલ ભાડું આપવાનું કર્યું. પણ તે લેવાનો તેમણે ઈન્કાર કર્યો ને રાત્રીને મુસાફરી છતાં ઈન્ટરની ટિકિટ જ લીધી. તેમની સાદાઈ, સરળતા અને સ્પષ્ટતા ઉપર હું મોહિત થયો. આમ પવિત્ર હાથે અપાયેલા કાગળનું પરિણામ મારી દ્રષ્ટિએ સારું જ આવ્યું. મારો માર્ગ તેથી સાફ થયો.

મરી બીજી જવાબદારી રંગરૂટની ભરતી કરવાની હતી. હું આ યાચના ખેડામાં નહીં તો ક્યાં કરૂં? મારા સાથીઓને પ્રથમ ન નોતરું તો કોને નોતરું? ખેડા પહોંચતાં જ વલ્લભભાઈ ઈત્યાદિની સાથે મસલત કરી. તેમનામાંના કેટલાકને તુરતઘૂંટડો ન ઊતર્યો. જેમને વાત ગમી તેમને કાર્યની સફળતા વિષે શંકા આવી. જે વર્ગમાંથી ભરતી કરવી અહ્તી તે વર્ગને સરકાર પ્રત્યે કશું વહાલ નહોતું. સરકરના અમલદારોનો થયેલો કડવો અનુભવ હજુ તાજો જ હતો.

છતાં કાર્યારંભ કરવાની તરફેણમાં બધા થયા. આરંભ કર્યો કે તુરત મારી આંખ ઉઘડી. મરો આશાવાદ પણ કઈંક ઢીલો થયો. ખેડાની લડતમાં લોકો પોતાની ગાડી મફત આપતા, એક સ્વયંસેવકની હાજરીની જરૂર હોય ત્યાં ત્રન ચાર મળી રહે. હવે ગાડી પૈસા આપતાં પણ દોહ્યલી થઈ પડી. પણ એમ અમે કંઈ નિરાશ થઈએ એવા નહોતા. ગાડીને બદલે પગપાળા મુસાફરી ઠરાવ્યું. રોજ વીસ માઈલની મજલ કરવાની હતી. ગાડી ન મળે તો ખાવાનુંક્યંથી જ મળે? માગવું એ અણ બરોબર નહીં. તેથી પ્રત્યેક સ્વયંસેવક પોતાન ખાવા પૂરતું પોતાના દફતરમાં લઈને નીકળે એમ નક્કી કર્યું. મોસમ ઉનાળાની અહ્તી એટલે ઓઢવાનું કંઈ સાથે રાખવાની આવશ્યકતા નહોતી.

જે જે ગામ જતા ત્યાં સભા ભરતા. લોકો આવતા, પણ ભરતીમાં નામ તો માંડ એક બે મળે. ' તમે અહિંસાવાદી એક અમને હથિયાર લેવાનું કહો છો?' 'સરકારે હિંદનુમ્ શું ભલું કર્યું છે કે તમે મને મદદ દેવાનું કહો છો?' આવા અનેક જાતન પ્રશ્નો મારી આગલ મુકાતા.

આમ છતાં ધીમે ધીમે અમારા સતત કાર્યની અસર લોકો ઉપર થવા લાગી હતી. નામો પ્રમાણમાં ઠીક નોંધાવા લાગ્યાં, ને જો પહેલી ટુકડી નીકળી પડે તો બીજાને સારુ માર્ગ ખુલ્લો થશે એમ અમે માનતા થયા. રંગરૂટ નીકલી પડે તેમને ક્યાં રાખવા વગેરે ચર્ચા હું કમિશનરની સાથે કરતો થઈ ગયો હતો. કમિશનરો ઠેકાણે ઠેકાણે દિલ્હીના નમૂના ઉપર સભાઓ ભરવા લાગ્યા હતા. તેવી ગુજરાતમાં પણ ભરાઈ. તેમામ્ મને અને સાથીઓને જવાનું આમંત્રણ હતું. અહીં પન હું હાજર થયો હતો. પણ જો દિલ્હીમાં હું ઓછો શોભતો જણાયો તો અહીં તેથી પણ વધરે ઓછો શોભતો મને લાગ્યો. હાજીહાના વાતાવરણમાં મને ચેન નહોતું પડતું. અહીં હું જરા વિશેષ બોલ્યો હતો. મારા બોલવામાં ખુશામત જેવું તો નહોતું જ, પણ બે કડવાં વેણ હતાં.

રંગરૂટની ભરતીને અંગે મેં પત્રિકા કાઢી હતી તેમાં ભરતીમાં અવવાના નિમંતર્ણમાં એક દલીલ હતી તે કમિશનરને ખૂંચી હતી. તેનો સાર આ હતો: 'બ્રિટિશ રાજ્યના ઘણા અપકૃત્યોમાંથી આખી પ્રજાને શસ્ત્રરહિત કરવાના કાયદાને ઈતિહાસ તેનું કાળામાં કાળું કામ ગનશે. આ કાયદો રદ કરાવવો હોય અને શસ્ત્રનો ઉપયોગ શીખવો હોય તો આ સુવર્ણ તક છે. રાજ્યની આપત્તિને કાળે મધ્યા વર્ગ સ્વેચ્છાએ મદાદ્ કરશે તો અવિશ્વાસ દૂર થશે, અને જેને શસ્ત્ર ધારણ કરવાં હશે તે સુખેથી ધારણ કરી શકશે.' આને ઉદ્દેશીને કમિશ્નરને કહેવું પડ્યું હતું કે, તેમની ને મારી વચ્ચે મતભેદછતાં તેમને સભામાં મારી હાજરી પ્રિય હતી. મારે પણ મારા મતનું સમર્થન બની શક્યું તેટલા મીઠા શબ્દોમાં કરવું પડ્યું હતું.

ઉપર જે કાગળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો સાર નીચે આપવામાં આવે છે:

યુદ્ધ પરિષદમાં હાજરે આપવા વિષે મને આનાકાની હતી, પણ એ આપને મળ્યા પછી દૂર થઈ છે,અને તેનું એક કારણ એ અવશ્ય હતું કે, આપના પ્રત્યે મને બહુ આદર છે. ન આવવાનાં કારણોમાં મજબૂત કારાણ એ હતું કે, તેમાં લોકમાન્ય તિલક, મિસિસ બેસંટ અને અલીભાઈઓને નિમંત્રણ નહોતું. એમને હું લોકોના બહુ શક્તિશાળી નાયક ગણું છું. મને તો લાગે છે કે , તેમને નિમંત્રણ ન આપવમાં સરકારે ગંભીર ભૂલ કરી છે, અને હું હજુ સૂચવું છું કે પ્રાંતિક પરિષદો ભરવામાં આવે તેમાં તેમને નિમંત્રણ મોકલાય. મરો નમ્ર અભિપ્રાય છે કે, આવ પ્રૌઢ નાયકોને, તેઓની સાથે ગમે તેવો મતભેદ હોય છતાં, કોઈ સલ્તનત અવગણી શકે નહીં. આસ્થિતિમાં હું સભાની સમિતિઓમાં હાજર ન રહી શક્યો અને સભામાં ટેકો આપીને સંતિષ્ટ રહ્યો. સરકારને કરેળી સૂચના કબૂલ થાય કે તુરત મારા ટેકાની અમલ કરવાની હું આશા રાખું છું.
જે સલ્તનતમાં ભવિષ્યમાં અમે સંપૂર્ણતાએ ભાગીદાર થવાની આશા રાખીએ છીએ તેમાં તેને આપત્તિકાળે પૂરી મદદ દેવાનો અમારો ધર્મ છે. પણ મારે એમ તો કહેવું જોઈએ કે, તેની સાથે એ આશા રહેલી છે કે એ મદાને લીધે અમારા ધ્યેયને અમે વહેલા પહોંચી વળશું. તેથી લોકોને આટલું માનવાનો અધિકાર છે કે, જે સુધારાઓ તુરતમામ્ થવાની આશાઅ આપના ભાષણમાં આપવામાં
આવેલી છે, તે સુધારામાં મહાસભા અને મુસ્લીમ લીગની મુખ્ય મગણીઓનો સમાવેશ થશે. મારાથી બની શકતું હોર તો હું આવે ટાણે હોમરૂલ વગેરેનું ઉચ્ચારણ સરખું ન કરત. પણ સામ્રાજ્યની અણીને વખતે બધા શક્તિશાલી હિંદીઓને તેના રક્ષણને અર્થે મૂંગે મોઢે હોમાઈ પ્રેરત, એટલું કરવાથી જ અમે સામ્રાજ્યના મોટામાં મોટા અને આદરનેય ભાગીદાર બની જાત.
પણ શિક્ષિત વર્ગે એથી ઓછો અસરકારક માર્ગ લીધો છે. જનસમાજમાં એની વગ ઘણી છે. હું હિંદુસ્તાનમાં આવ્યો છું ત્યારથી જજનસમાજન ગાઢ સંબંધોમાં આવતો રહ્યો છું. અને હું આપને જણાવવા ઈચ્છું છું કે, હોમરૂલની ધગશ તેનામાં પેઠી છે. હોમરૂલ વિના લોકોને કદી સંતોષ થવાનો નથી. તેઓ સમજે છે કે હોમરૂલ મેળવવાને સારુ જેટલો ભોગ અપાય છે તેટલો ઓછો છે. તેથી જોકે સામ્રાજ્યને સારુજેટલા સ્વયંસેવકો આપી શકાય તેરલા આપવા જોઈએ, પન આર્થિક મદદને વિશે હું એમ નથી કહી શકતો. લોકોની સ્થિતિને જાનીને હુમ્ એમ કહી શકું છુંકે હિંદુસ્તાન જે મદદ આપી ચૂક્યું છે તે તેના ગજા ઉપરવટ છે. પણ હું આટલુંસમજું છું કે, સભામાં જેમણે ટેકો આપ્યો છે તેમણે મરણ પર્યંત મદદ આપવાનો નિશ્ચય કર્યો છે. પણ અમારી સ્થિતિ કફોડી છે. અમે કંઈ એક પેઢીના ભાગીદાર નથી. અમારી મદદનો પાય્પ્ ભવિષ્યની આશા ઉપર બંધાયેલો છે, અને એ આશા કઈ છે એ જરા વિશેષે કહેવાની જરૂર છે. હું સાટું કરવા નથી ઈચ્છતો. પણ મારે આટલું તો કહેવું જ જોઈએ કે, તેને વિષે નિરાશા ઉપજે તો સામ્રાજ્યને વિષેની આજલગીની માન્યતા ભ્રમણાગણાશે. આપે ઘરના કંકાસ ભૂલી જવાનું સૂચવ્યું છે; તેનો અર્થ જો એમ હોય કે જુલમો અને અમલદારોના અપકૃત્યો સહન કરવાં, તો એ અસંભવિત છે. સંગઠિત જુલમની સામે બધું બળ વાપરવું હું એ ધર્મ સમજું છું. તેથી અમલદારોને આપે સૂચવવું ઘટે કે છે કે એક પણ જીવને તેઓ ન અવગણેઅને પૂર્વે નથી આપેલું એટલું માન લોકમતને આપે.
ચંપારણમાં સૈકાના જુલમની સામે થતાં બ્રિટિશ ન્યાયનુંસર્વોપરી પણું મે સિદ્ધ કરી બતાવ્યું છે. ખેડાની રૈયતે જોઈ લીધું છે કે, જ્યારે તેનામાં સત્યને સારુ દુઃખ વેઠવાની શક્તિ હોય ત્યારે ખરી સત્તા રાજ્યસત્તા નથી પણ લોકસત્તા છે; અને તેથી જે સલ્તનતને તે પ્રજા શાપ આપતી હતીતી તેને વિષે તેમની કડવાશ ઓછી થઈ છે, અને જે રાજ્યસત્તાએ સવિનય કાનૂન ભંગને સહન કરી લીધો તે સત્તા લોકમતને છેક અવગણનારી નહીં હોય એવી તેની ખાતરી થઈ છે. તેથી મારી માન્યતા એવી છે કે, ચંપારણ અને ખેડામાં મેં જે કામ કર્યું તે આ પડાઈ પરત્ય્વેની મારી સેવા છે. એવી જાતનું મારું કામ બંધ કરવનું જો અમ્ને કહો તો મારો શ્વાસ રૂંધવાનું આપે કહ્યું એમ હું માનું. જો આત્મબળને એટલે પ્રેમબળને, શસ્ત્ર બળને બદલે લોકપ્રિય કરી મૂકવામાં હું સફળ થાઉં, તો હું જાણું છુ, કે હિંદુસ્તાન આખા જગતની કરડી નજર થય તો તેની સામે પણ ઝૂઝી શકે છે.તેથી દરેક વખતે આ દુઃખ સહન કરવાનીસનાતન નીતિ મારા જીવનમાં વણવાને સારુ હું મારા આત્માને કસ્યા અક્રીશ, અને એ નીતિનો સ્વીકાર કરવા બીજાઓને નોતર્યાં કરીશ; અને જો હું કોઈ બીજી પ્રવૃત્તિમાં ભાગ લૌં છું તો તેનો હેતુ પણ મત્ર એ જ નીતિની અદ્વિતીય ઉત્તમતા સિદ્ધ કરવાને સારુ છે.
છેવટમાં, મુસલમાન રાજ્યો વિષે ચોક્કસ ખાત્રી આપ્વાઅનું બ્રિટિશ પ્રધાન મંડળને સૂચવવા હું આપને વિનવું છું આપ જાણો કે, તેને વિષે દરેક મુસલમાનને ચિંતા રહે છે. પોતે હિંદુ હોઈને હું તેમની લાગણી વિષે બેદરકાર નથી રહી શકતો. તેમનું દુઃખ તે અમારું હોય જ. આ મુસલમાન રાજ્યોના હકને જાળવવામાં, તેમનાં ધર્મ સ્થાનોને વિષેની તેમની લાગણીને માન આપવામાં, અને હિન્દુસ્તાનની હોમરૂલ વિષેની માગનીના સ્વીકારમાં સામ્રાજ્યની સહીસલામ્તી રહેલી છે. આ કાગળ મેં લખ્યો છે કેમ કે હું અંગ્રેજોને ચાહું છું, અને જે વફાદારી અંગ્રેજમાં હોય તે વફાદાર દરેક હિંદીમાં જગાવવા હું ઈચ્છું છું.