સમરુ સાંજ સવેરા
રવિસાહેબ



સમરુ સાંજ સવેરા

 સમરુ સાંજ સવેરા, એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી.

   માતા રે કહીયે જેની પાર્વતિ, એ સ્વામી,
               હે પિતા રે શંકર દેવા... એવા ગુણના..

   ગીરે સિંદુરની તમને સેવા ચઢે રે સ્વામી,
               હે ગળે ફુલડાંની માળા... એવા ગુણના..

   મયુર મુંગટ, સીરે છત્ર બિરાજે સ્વામી,
               હે કાને કુંડળ માળા... એવા ગુણના..

   અઢારે વરણના તમે વિઘ્ન હરો છો સ્વામી,
               હે ધરમે બાંધેલ ધર્મશાળા... એવા ગુણના..

   કહે રવિરામ સંતો ભાણના પ્રતાપે સ્વામી,
               હે ખોલે બ્રહ્મના રે તાળા... એવા ગુણના..