સર્જક:મણિલાલ દ્વિવેદી
મણિલાલ નભુભાઈ દ્વિવેદી 'અભેદમાર્ગપ્રવાસી' તરીકે જાણીતા સાહિત્યકાર છે. તેઓ નડિયદના વતની હતાં. કવિતા ઉપરાંત તેઓએ નાટક, નિબંધ, સંશોધન, વિવેચન, સંપાદન અને અનુવાદ પણ કર્યાં છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન અને અધ્યાપક હતાં. ગુજરાતી ગઝલના ઉત્થાનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. અમર આશા એમના જીવનની સીમાચિહ્નરૂપ ગઝલ છે જે ગાંધીજીને પણ પ્રિય હતી.
તેઓ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. પોતે સ્વીકારેલ જીવનકાર્યને વ્યાપક મૂર્તતા આપવાવાના ઉદ્દેશથી તેમણે લેખનપ્રવૃત્તિ હાથ ધરી હતી. એટલે તેમનાં ઘણાંખરાં લખાણો તેમની અભેદ (અદ્વૈત) ફિલસૂફીથી કોઈને કોઈ રીતે અંકિત થયેલા છે.[૧]
કૃતિઓ
ફેરફાર કરો- આત્મવૃત્તાંત (૧૯૭૯) (આત્મચરિત્ર)
- કાન્તા (૧૮૮૨) (નાટક)
- નારીપ્રતિષ્ઠા (૧૮૮૪) (નિબંધ)
- ગુલાબસિંહ (૧૮૯૭) (નવલકથા)
- નૃસિંહાવતાર (૧૮૯૭) (નાટક)
- માલતીમાધવ (અનુવાદ)
- ઉત્તરરામચરિત (અનુવાદ)
- સુદર્શન ગદ્યાવલિ (૧૯૦૯)
- બાલવિલાસ
અન્ય
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ ઠાકર, ધીરુભાઈ (1972). 'પ્રતિભાવ' (દસ વિવેચનલેખો). અમદાવાદ:ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. p.૧૭૨