જન્મ 1479
ચંપારણ્ય
મૃત્યુ 1531
વારાણસી
વ્યવસાય તત્વજ્ઞાની
ભાષા સંસ્કૃત ભાષા
રાષ્ટ્રીયતા ભારત

શ્રીમદ્ વલ્લભાચાર્ય વૈષ્ણવ પંથના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય થઈ ગયા. તેમનો જન્મ ભારદ્વાજ ગોત્રમાં એક વિદ્વાન તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ધેર ચંપારણ્યમાં સને ૧૪૭૯, સંવત ૧૫૩૫માં ચૈત્ર વદ ૧૧ના શુભ દિવસે થયો હતો. જન્મ થતાં આ તેજસ્વી બાળક મૃતવત્ જણાતાં માતા-પિતા સખ્ત આઘાત સાથે શમી વૃક્ષની ગોખમાં મૂકી, હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં. શ્રીમદ્ વલ્લભાચાર્યએ વૈષ્ણવ પંથના પુષ્ટિમાર્ગ સંપ્રદાયની સ્થાપના કરી.