સાહિત્ય અને ચિંતન/નાટક
← ગુજરાતી સાહિત્યની ઉણપો | સાહિત્ય અને ચિંતન નાટક રમણલાલ દેસાઈ |
હું મારા પાત્રો કેમ સર્જું છું? → |
નાટક
નાટકનો જન્મ
સંસ્કૃતિનું પ્રભાત એટલે કલાઓનો ઉદ્ભવ. નૃત્યને કેટલાક વિચારકો આદ્ય-કલા માને છે. સંસ્કૃતિપૂર્વ યુગમાં પણ કદાચ નૃત્ય હોય.ચાર દંતશૂળવાળા હાથીને કે દુશ્મન માનવીનું ડોકું કાપી નાખીને આપણા જંગલી પૂર્વજને થયેલો આનંદ એણે નાચીને વ્યકત કર્યો હોય એ સંભવિત છે. સૂર્ય, ચંદ્ર, તારાને નિહાળતાં થતું આશ્ચય, ખરી ભૂખ વખતે કોઈ વૃક્ષે આપેલાં ફળથી થતો આનંદ, ઝંઝાવાત-દાવાનળ કે ધરતીકંપના અનુભવ થતાં ઉપજતો ભય, અને મગરના મુખમાંથી કે સિંહની તરાપમાંથી અકસ્માત બચી જતાં ઉત્પન્ન થતું વિસ્મય અને અગમ્ય પ્રત્યેનો ઉપકાર દર્શાવવા માનવી દેહની ગતિ વડે પ્રયત્ન કરે એ બહુ જ સ્વાભાવિક છે. માનવીનો દેહ માનવીનો પોતનો જ છે. એના હાથ, પગ, કમર, ભ્રમર, ગ્રીવા, અંગુલિ, આંખ, આશ્રર્ય, આનંદ, ભય કે આભાર દર્શાવવા માટે તેના પ્રથમ સાધન. એ સાધનાને ગતિ આપતાં તેમાંથી નૃત્ય જાગી ઉઠે છે.
આમ માનવીનો ગાત્રભંગ, અંગવિક્ષેપ, દેહ, દેહાંગ ને દેહની મર્યાદામાં જ રહીને મળતી ગતિ એ કલાનું આદ્ય પ્રાથમિક સ્વાભાવિક સ્વરૂપ.
ગાત્રભંગ, અંગવિક્ષેપ કે અંગગતિ અંગમાં જ સમાઈ ન રહેતાં સ્થળ-Space–માંના હાથ, પગ કે મસ્તક વિસ્તારમાં ગતિ કરે ત્યારે તે નૃત્યની પ્રાથમિક કક્ષાએ પહોંચે છે. એ નૃત્ય વિકાસ પામી તાંડવ તથા લાસ્યના બે મુખ્ય ભેદમાં વહેંચાઈ જાય છે. ઉદ્ધત, યડ, જોમ ભરેલી ગતિ માગતું નૃત્ય તે તાંડવ અને મધુર સુકુમાર ગતિ પ્રદર્શિત કરતું નૃત્યતે લાસ્ય.
ભરત, કથકલી, કથ્થક અને મણિપૂર નૃત્યના પ્રકારો અત્યારે લોકપ્રિય બનતા જાય છે. ગુજરાતના ગરબાને પણ નૃત્યનો સાદો પ્રકાર કહી શકાય. એના વિકાસની સારી શકયતાઓ છે.
- *
નૃત્યમાં અનુકરણ–અભિનય ભળે, કોઈના ચાળા પાડવાના હોય,કોઈનો સ્વાંગ ભજવવાનો હોય ત્યારે નૃત્યમાંથી ગતિ ઘટી જઈ અભિનયના પ્રયોગ ઉપર ભારે ભાર મૂકતાં નાટયરચનાનેા ઉદ્ભવ થાય છે. દેહનીગતિ ઉપરાંત હલન, વાણી અને વેશની સહાય એ પ્રયોગને મળી જાય છે.એટલે દેહની માત્ર કલામય ગતિને ગૌણ સ્થાને મૂકી સ્વાભાવિક હલનયલન, ઉચ્ચારણ અને સ્વાંગના આશ્રય લઈ નાટક રચવામાં આવે છે.
એ પહેલાંજ નૃત્ય વ્યક્તિગત મટી ગયુ હોય છે; એ સામુદાયિક બન્યું હોય છે. એક જ વ્યકિત નહિ પણ આખા જનસમૂહ નૃત્યમાં ભાગલે, આખી કોમ Community ગ્રામ સમૂહ, જ્ઞાતિ – Tribe - ના સમૂહ એ નૃત્યના વંટોળમાં સર્જકતા ધારણ કરતાં બની જાય છે. અને એક કરતાં વધારે વ્યક્તિ નૃત્યમાં ભેગી મળે એટલે નાટકનાં પાત્ર – પાત્રા-લેખન કે પાત્રસર્જનની આદ્યરચના આપોઆપ ઉપસી આવી નાટકના પ્રફુલ્લ ઉધાડની પકવતા ધારણ કરે છે.
સ્ત્રી એકલી નર્તન કરે કે પુરુષ; તેમાં પુરુષ કે સ્ત્રી ભાગ લેવા પ્રેરાય,એટલે આખું નૃત્ય – આલેખન જુદી જ ભૂમિકા ધારણ કરે. પાત્રરચનાની સૂષ્ટિનો અહીં ઉદ્ભવ. સ્ત્રી અને પુરુષ ભેગાં થાય એટલે આખી માનવ-સૃષ્ટિનું એકમ રચાય. ભાવ અને પ્રસંગની પરંપરા એક બીજાને અસર કરતી, એક બીજાંનો આશ્રય લઈ વિકસતી આખા જીવનને કે એ જીવનના જીવંત ટુકડાને અભિનયમાં ઉતારી ફરી પ્રત્યક્ષ કરે છે, અને તેમાં ઊર્મિ કે પ્રસંગને વધારે શણગારવાનો, એને વધારે સ્પષ્ટ કરવાનો મોકો મેળવે છે.
સ્ત્રી અને પુરુષના સંસર્ગ એટલે માનવસૃષ્ટિનું એકમ. એ એકમનો મુખ્ય ઝોક સર્જનના કોઈ અગમ્ય ઉદ્દેશને લઇને અનિવાર્ય લગભગ અપરિહાર્ય –આકર્ષણનું સ્વરૂપ ધારણ કરે છે જેને આપણે સામાન્ય ભાષામાં પ્રેમને નામે ઓળખીએ છીએ. એ આકર્ષણના ઉદ્ભવ આકર્ષણમાં આવતાં વિઘ્નનો સામનો કરવા માટેનો માનવ પ્રથાનો, પ્રયત્નોની સફળતા કે નિષ્ફળતા :વ્યક્તિગત આકર્ષણની સફળતા કે નિષ્ફળતાની આખા સમાજ ઉપર થતી અસર: આ જીવનના મહાજોમભયાં યૌવનનો મુખ્ય ઇતિહાસ; આખા જીવન ઉપર છાયા પાથરતો એ જીવન રંગ.
આકર્ષણના ઉદ્ભવ ઝધડામાંથીયે થાય, અગર અકસ્માતે ‘ મળી દૃષ્ટટોદષ્ટ ' માંથી પણ થાય, અને સહવાસના પરિણામે પણ તે ઉદભવે. માત્ર સૌંદય પણ એ અસર ઉપજવે. અથવા ભવ્ય વીરત્ત્વભયું સાહસ તેને જન્માવે ; અગર સહભાવના નાનકડા ટુકડામાંથી સૌરભ ઉપજી સ્નેહમાં પરિણામ પામે.
વિઘ્નો પણ વિવિધતાભર્યા' જ હેાય. વડીલ તે ઊભાં કરે; ક્રામ વિજ્ઞાને જન્માવે ; આર્થિક અસમાનતા કે સાંસ્કારિક ઘણુ અણુધારી દીવાલ ઉપાવે; ધર્મ વિરાધ આડે આવે અગર દેશ દેશાંતર પ્રેમીએને કેદમાં પૂરીરાખે.
વિઘ્ના ઉપર વિજય પણ મળે અગર સામે પરાજ્ય પણ ઊભો થાય. માનવ એક સ્ત્રી અને પુરુષ એ વિઘ્નો સામે કેવા મેારચા રચે છે, પ્રાણ હાથમાં લઈ શહીદી સાધે છે કે વિદ્યાની પહેલી ઝપટમાં વીરત્વ ખોઈ સામાન્યતામાં સમાઇ જાય છે એના ઉપર એ આખા એકમની સમાજમાં કિંમત થાય છે-વિરોધ હોય છતાં ઊર્મિને પ્રેરે એવુ, ઊર્નેમિ શણગારે એવુ. યુદ્ધ–ધર્ષણ-વ્યક્તિપ્રસંગ મટી આખા સમાજની મિલકત બની જાય છે, અને એવા પ્રસંગ અનુકરણ યેાગ્ય, આવર્તન કરવા યેાગ્ય હેાવાથી એક એવુ' વસ્તુ બની જાય છે કે જેમાંથી કવિતા, વાર્તા કે નાટકનું પ્રાણવાન મધ્યબિંદુ મળી આવે છે, જેની આગળ પાછળ આખા સમાજ પેાતાની ઊર્મિ, પેાતાના આદર્શી, પેાતાના વ્યવહાર બાંધવા મથે છે.
પરંતુ રખે કોઈ એમ માને કે માત્ર આકર્ષણ જાતીય આકર્ષણ- પ્રેમ જ માનવજીવનનુ’ એકલુ' એક જ મધ્યબિંદુ બની રહે છે. એ જરૂર મુખ્ય જીવન કેન્દ્ર છે; છતાં કેટલીય વાર એ આકર્ષણ પ્રેમનો ભાગ પણ જીવન કાર્ય બની રહે છે.
વળી જાતીય આકર્ષણથી પર રહેલા અનેક માનવભાવ છે જેમણે માનવ સંસ્કૃતિને આગળ વધારી છે. માતા, પુત્ર, ભાઈબહેન, બહેન તથા પુરુષ–સ્ત્રી મિત્રોનાં આકર્ષણ પણ જીવનમાં નજીવો ભાગ ભજવતાં નથી. કોઈપણ પ્રસંગે સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધ–મૈત્રી–જાતીય આકર્ષણના જ પરિણામરૂપ હોય છે એવી કોઈ કોઈ સરખા જાતીય વિજ્ઞાનના નિષ્ણાતની માન્યતા સાચી હોય કે ખોટી, છતાં જાતીય આકર્ષણના જાણીતા સ્વરૂપમાં જ સ્ત્રી પુરુષના બધાય સંબંધો પરિણામ પામતા નથી એટલે આપણે તો વ્યવહારુ ઢબે એ સંબંધો જાતીય આકર્ષણની સીમા બહારના જ મહત્ત્વના સંબંધો માની લેવા હરકત નથી.
અને પુરુષ પુરુષ વચ્ચેના વ્યવહાર પણ ઓછા ઉન્નતિસાધક હોતા નથી. પિતા પુત્ર, સેનાપતિ અને સિપાહી, રાજા અને અંગરક્ષક, મિત્રો, ગુરુ અને શિષ્ય જેવા સંબંધોએ પણ સંસ્કૃતિને ઊંચે વધારવામાં ઠીક સહાય આપી છે.
આમ પુરુષ સ્ત્રી વચ્ચેના, પુરુષ પુરુષ વચ્ચેના તેમજ સ્ત્રી સ્ત્રી વચ્ચેના સંબંધોમાંથી જીવનને ભરી દેતા પ્રસંગો અને વ્યવહારો રચાય છે, જે કલાના સાધન બની રહે છે. હિંદુ સંસારમાં સાસુ વહુનો વિશિષ્ટ સબંધ સ્ત્રી સ્ત્રી વચ્ચેનાં એક અત્યંત ઉત્તેજક વ્યવહારને સ્ફૂટ કરે છે એ છેક અજાણ્યું નથી.
વળી અનેક એકમો ભેગાં થઇ સમૂહ રચે એ પાર્શ્વભૂમિ પણ વ્યકિતગત એકમો માટે મહત્ત્વની ભૂમિકા છે.
એ રીતે આખું જીવન અને જીવનની વિવિધતા અનુકરણને પાત્ર. પ્રદર્શનને પાત્ર. સ્ફોટને પાત્ર બની રહે છે, જે પાંત્રતામાંથી કલાના, નાટકનો ઉદ્ભવ થાય છે.
સહુથી પ્રથમ કલા પ્રદર્શન એટલે વ્યકિતનું નૃત્ય,
એમાં યુગ્મ ભળે, અનેક યુગ્મ ભળે અને તેમાંથી સામુદાયિક નૃત્ય રચાય.
સામુદાયિક કે વ્યકિતગત નૃત્ય સર્વાનુકૂળ અને સર્વપ્રિય બનવા માટે તાલ ઠેકો, લય, માગી નિયમિત, પ્રમાણબદ્ધ થતું જાય અનિયમિત કૂદકા, ઉછાળા અને છલંગો સહુને ભાગ લેવા માટેની અનુકૂળતા કરી આપવા માટે મર્યાદિત, આંખને ગમે એવી સૌષ્ઠવભરી અને પ્રસંગાનુકુળ ગતિયેાજના જરૂર માગે.
અને ધીમે ધીમે મહાન; શાસ્ત્રીય મુદ્રાઓથી ગ્રંથિત અને અંગ વળોટની સુશ્લિષ્ટ પરંપરાવાળું નૃત્યશાસ્ત્ર ઊભું થઈ જાય છે.
તાલ અને લય આવતાં સંગીત જરૂર પ્રવેશ પામવાનું. સંગીતનો એક મહાગુણ છે અણધારી જગ્યાઓમાં, અણકલ્પ્યા પ્રસંગેામાં એ માનવકલા પ્રવેશી જાય છે. મુખ્ય કલા તરીકે અગર ગૌણ અંગ તરીકે પણ સંગીતને જયાંત્યાં ઘૂસી જતાં આવડે છે. સંગીતમાં એવું આવકાર-પાત્ર તત્ત્વ રહેલું છે કે એક વખતે પ્રવેશ પામ્યા પછી તેને ત્યાંથી ખસેડવું મુશ્કેલ બની જાય છે- લગભગ અશકય બની જાય છે.
પછી તેમાં ભળે છે અભિનય–અનુકરણની કલા, અનુકરણ માત્ર અનુકરણ રહેતું નથી, નકલમાં અસલને સુધારવાના, શણગાસ્વાનો, ઘેરા રંગ પૂરવાનો સ્વભાવ પણ રહેલો હોય છે. અહીં નાટકનું મુખ્ય તત્ત્વ માનવીની નૃત્યકલામાં પ્રવેશ પામી મૂળ નૃત્યકલાને સહાયરૂપ બની નૃત્યનો ઊપયેાગ ગૌણ બની જાય એવી સ્થિતિ ઉત્પન્ન કરે છે-અગરએમ પણ કહી શકાય કે નૃત્યમાં થતા અંગમરોડમાં બીજાં તત્ત્વો દાખલ કરી નર્તનના ઉદ્દેશને વધારે સ્ટફોન આપે છે. નૃત્યમાં અમુક અંશે આંગિફ્ અભિનય તેા હતેાજ. તેમાં એક બાજુ એથી તાલ. લય અને સંગીત ભળી તેને શાસ્ત્રીય બનાવે છે અને બને એટલા ભાવ નૃત્યની મર્યાદામાં રહીને સ્પષ્ટ થાય એવી સ્થિતિ ઉત્પન્ન કરે છે.
બીજી પાસ અભિનયની સહાયમાં વાણી-ભાષા અને વેશ રચનાનો આશ્રય લેવામાં આવે છે. કલાને અભિનયની અહીં બહુ મોટી સહાય મળી જાય છે. હાથ, આંખ કે મુખનાં હલનચલનથી જે ભાવ દર્શાવાય તે ભાવને વાણીથી વધારે સ્પષ્ટતા મળે છે. રુદન વિરહથી પણ થાય અને વાગવાથી પણ થાય. બન્ને ભાવ નૃત્યથી જરૂર બતાવી શકાય. છતાં વ્યાપકતા બન્ને ભાવનેા તફાવત વધારે સ્પષ્ટ કરે છે. ઇષ્ટપ્રાપ્તિથી રોમાંચ જરૂર ઉત્પન્ન થાય. એ નૃત્યમાં ઉતરી શકે, પરંતુ રોમાંચ કેાઈ આરાધ્ય દેવને પ્રાપ્ત કરવાથી થાય કે આરધ્ય પ્રેમીને પ્રાપ્ત કરવાથી થાય છે એની સ્પષ્ટતા વાણી દ્વારા જે વધારે સરળતાથી થઈ શકે.
અહીં વાણીનો—ભાષાનો પ્રવેશ થતાં નૃત્યકલા પાસે આખી સાહિત્યસૃષ્ટિ ઊભી થઈ જાય છે. વ્યક્તિગત જીવનના પ્રસંગો, સામાજિક જીવનના પ્રસંગો, સમાજના હૃદયમાં કોતરાયેલાં ઇતિહાસ, કથાનક, દંતકથા કે લોકકથા અને તેમાં ઉભા થતા આર્દશ, વ્યક્તિ, નમૂના અને પ્રતીકો બળપૂર્વક આપણા હૃદયમાં જાગૃત થાય છે, નૃત્યનો કબજો ઘટી જઈ સાહિત્ય એ આખી પ્રદર્શનકલા ઉપર ફરી વળે છે, અને નાટકનો અલગ દેહ રચના પામે છે.
એક રીતે એ વિકાસ જ છે. પ્રભાપ્રદર્શન-ઊર્મિ પ્રદર્શન પ્રસંગ પ્રદર્શન એ કલાનાં પ્રેરણાઝરણ, સાહિત્ય અને નૃત્ય વચ્ચે થતી ખેંચાખેંચીમાં બન્ને કલામાર્ગ જુદા બની જાય છે, પરસ્પર સહાયક હેાવા છતાં પ્રત્યેક કલા પોતાનું સ્વતંત્ર જીવન શરૂ કરે છે અને મુખ, હસ્ત, અંગવળોટ, અંગુલિ ચિત્રણ તથા પગતિની અદ્ભુત પરંપરા યોજતું, સંકોચાઇને પણ મુદ્રાઓમાં અત્યંત ભવ્ય અને અત્યંત નાજુક ભાવ સ્ફોટન કરતું નૃત્ય પેાતાનેા માર્ગ સ્વતંત્ર રીતે નિશ્ચિત કરી લે છે. નૃત્યથી અલગ પડી જતું સાહિત્ય વાણીના ઉપયેાગ દ્વારા ભાવ પ્રદર્શનનો માર્ગ ગ્રહણ કરી નાટકનો એક સ્વતંત્ર ભવ્ય કલામાર્ગ ઊભો કરે છે.
નૃત્ય નાનું પણ Intense— ઊંડાણભર્યું અને ભરચક નકશીવાળું બની જાય છે.
નાટક વિસ્તીર્ણ, વિવિધ કલા ટુકડાઓને ઉપયોગમાં લઈ ઊંડાણ વધારવા મથતો, સાહિત્યનો એક મહાવિભાગ બની રહે છે.
અભિનય બન્નેમાં છે-નૃત્યમાં તેમ જ નાટકમાં એ આંગિક અભિનય અવયવો વડે ભાવ પ્રદર્શિત કરવાની કલાનો આશ્રય બન્નેને. પરંતુ બન્નેમાં આંગિક અભિનયનાં સ્વરૂપ બલાતાં જાય છે. નૃત્ય અંગમાં જ સંકોચાઈ જાય છે અને મુદ્રાઓની વિર્સ્તીણ શાખા- પ્રશાખાઓમાં ખીલી નીકળે છે. નાટક વિસ્તીર્ણ ફલક મેળવે છે. વધારે સ્પષ્ટતા ઉપસાવે છે, આંગિક અભિનયમાં જ બધી અસર ઉપજાવવાના પ્રયત્નને બદલે વાણીઉચ્ચારણની પણ સહાય લે છે, અને કલાની સચચોટતા માટે વિવિધ ઉપસ્કરો ઉપજાવ્યે જાય છે.
નૃત્ય પણ ભાવ પ્રદર્શિત કરે; નાટક પણ પ્રદર્શિત કરે. નૃત્ય એક ભાવ લઈ તેના કણે કણ છુટ્ટા પાડી બતાવી આખી એક ભાવ રમતને પ્રત્યક્ષ કરે; નાટક વિવિધ ભાવને જુદી જુદી ઢબે આશ્રય લઈ એક મુખ્યભાવને પેાષવાનો, પ્રત્યક્ષ કરાવવાનો સળંગ પ્રયોગ કરે.
નૃત્યમાં કથાનક હોય, પણ તે નાનું-એક જ ભાવને પ્રફુલ્લિત કરે એવુ.
નાટક કથાનક વગર સર્જાય જ નહિ. એમાં એક જ ભાવ કદાચ આવી શકે. છતાં એકલી મુદ્રાનો ઉપયોગ ન થાય. મુદ્રા અને વાણીનું ઉચ્ચારણ એ બે મળી નાટકના ભાવનું સર્જન થાય. એકલી મુદ્રાની નાજુકી નાટકમાં કાં તે। અગમ્ય બને અગર હાસ્યજનક બને. એકલી વાણી તો નિરર્થક બૂમરાણુ બની જાય. મુદ્રા અને વાણીનો સુભગ સંયેાગ એ નાટકના અભિનયનું મુખ્ય લક્ષણ.
ઘણું ખરું નાટક અનેક ભાવશ્રેણીઓની વિશાળ રચના બની રહે છે. વાણી અને કથાનક–વસ્તુ એ બન્ને એના Compelling-નિયામક તત્ત્વો બની રહે છે-જે નૃત્યમાં ગૌણ—અતિ ગૌણ—નહિવત્ હોઈ શકે.
અભિનય એટલે કોઈ પણ અવસ્થાનું અનુકરણ: કોઈ પણ ઊર્મિ, સ્થિતિ કે પ્રસંગનું તાદશ્ય ચિત્રણ.
આપણા રસર્વિવેચકો ચાર પ્રકારના અભિનય કહે છે :
૧ આંગિક—અવયવેા દ્વારા પ્રત્યક્ષ કરાતી અવસ્થા. નાટક નૃત્ય બન્નેમાં જરૂરી,
૨ વાયિક—વાણી દ્વારા પ્રત્યક્ષ કરવામાં આવતી અવસ્થા. વાચિક અભિનય નૃત્યમાં ન હોય. નાટકમાં વાચિક અભિનય મુખ્ય બની રહે છે.
૩ આહાર્ય —વેશરચના દ્વારા થતા અભિનય. નૃત્યમાં તેમ જ નાટકમાં ઉપયોગી છતાં નાટકના વિસ્તીર્ણ સ્વરૂપને જોતાં નાટકમાં એ બહુ જ મહત્ત્વનું સ્થાન ભોગવે છે—જેટલું નૃત્યમાં તેને સ્થાન ન હોય. વેશભૂષા પણ મહત્ત્વનો અભિનય કેમ બની રહે છે એ નાટક આપણને બહુ સ્પષ્ટ કરી આપે છે.
૪ સાત્વિક અભિનય—સત્વરૂપ—fundamental ભાવથી જે મુખ ચેષ્ટા કે દેહચેષ્ટા આપોઆપ થાય તેનું ચિત્રણ.
સાત્વિક અભિનય જુદા પ્રકારે કેમ વર્ણાય છે એ જરા ન સમજાય એવી વસ્તુ છે. અંગ અને વાક્ અભિનયમાં તેના સમાવેશ થઈ જાય એમ લાગે છે. છતાં આપણા સંસ્કૃત રસવિવેચકોએ આ અભિનય જુદો કેમ પાડયો છે એ વસ્તુ વિચારણા માગે છે.
અભિનય ભલે નૃત્યમાં હોય કે નાટકમાં, બન્નેની પાર્શ્વભૂમિ અને બન્નેનાં વાહક સાધન નિરાળાં હોવાથી નૃત્યના અને નાટકના અભિનયમાં ભારે ફૅર સ્વાભાવિક રીતે જ પડી જાય.
નૃત્ય આમ એક રીતે વિકાસ પામતું, નવાં નવાં તત્ત્વોની મદદ સ્વીકારતું વાણીનો આશ્રય લેતાં બરોબર સાહિત્યનો ધ્વજ સ્વીકારી લેતુ નાટક બની જાય છે.
બીજી પાસ નાટકમાં પેાતાનું વ્યક્તિત્વ ભુલાઈ-ભુંસાઈ ન જાય એ અર્થે નૃત્ય વાણી આગળ અટકી ઊભું રહે છે, તેમાં ભળી જવાને બદલે સ્વતંત્ર રહી પોતાના ઈલાયદા જીવનને વિકસાવવા પ્રયત્નશીલ બને છે, અને નૃત્ય તરીકે સ્વતંત્ર રહી જીવી પણ શકયું છે.
નૃત્ય-નાટકના સંબંધો ઠીકઠીક જળવાઈ રહ્યા છે. બન્ને જુદાં હોવા છતાં–જુદા પડવા છતાં પોતાની મૂળભૂત એકતા વારંવાર સંભારી એકખીજાને સહાયરૂપ બને છે એ તો ખરું.
ઉપરાંત નૃત્યનાટક એકબીજાને વારંવાર ભેટી એક બનવા–એકતા અનુભવવા પ્રયત્નો પણ ઠીક ઠીક પ્રમાણમાં કરે છે.
આમ નૃત્યમાંથી નાટકનો ઉદ્ભવ.