સૌરાષ્ટ્રની રસધાર ૧/૨૪. શૂરવીરની પહેલી મિલન-રાત
← ૨૩. સાંઈ નેહડી | સૌરાષ્ટ્રની રસધાર ૧ ૨૪. શૂરવીરની પહેલી મિલન-રાત ઝવેરચંદ મેઘાણી |
કથા-સૂચિ → |
.
❀
શૂરવીરની પહેલી મિલન-રાત
પેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ,
મીલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરખો સુંદર અને સુગંધમય દીસે છે.સ્ત્રી જાણે કંકુમાંથી સર્જેલી પૂતળી લાગે છે.
દુજો પહોરો રેનરો, વધીઆ નેહસનેહ,
રાત્રિનો બીજો પહોર બેઠો.એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ ને પિયુ અષાઢીલા મેઘ જેવો પ્રેમધારા વરસાવવા લાગ્યો.
ત્રીજો પહોરો રેનરો, દીવડા શાખ ભરે,
ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા.પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઇને.
ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ,
ચોથે પહોરે તો પ્રભાત પડ્યું, કૂકડાને કાગડા બોલ્યા. સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.
પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર,
પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝૂમાટ કરી રહ્યા છે.
છઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર
છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા; મનરૂપી કંસાર ; અને તેમાં આંખોનાં અમીરૂપી ઘીની ધાર પીરસાય છે.
સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય,
દિવસને સાતમે પહોરે પતિ વાડીમા જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે ને પતિ ચૂસતો જાય છે.
આઠમો પહોરો દિવસરો, ચડી દીવડલે વાટ,
આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે. પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.
𓅨❀☘𓅨❀☘