← કર્તવ્ય સ્રોતસ્વિની
શબ્દકોષ
દામોદર બોટાદકર


શબ્દકોષ

અકળ - કળી ન શકાય એવું.
અકૂપાર - સમુદ્ર.
અખિલ - આખું.
અચલ - ૫ર્વત; યળે નહિ એવું
અચિરાય - જલદી.
અતટ - કિનારા વિનાનું.
અદેહી - શરીર વિનાનું.
અદ્યાપિ - આજ સુધી.
અદ્વૈત - એકતા.
અધીન - આધીન
અનન્ય - જેની જોડી ન મળે એવું
અનયપથ - અનીતિને માર્ગ.
અનલ - અગ્નિ.
અનલશિખા - અગ્નિની ઝાળ.
અનલચિં - અગ્નિની ઝાળ.
અનવરત - નિરંતર.
અનવલંબન - આધાર વિનાનું.
અનવસર -સમય વિનાનું.
અનશન - ઉપવાસ, ખાવું નહિ તે.
અનાદર-તિરસ્કાર.

અનામય - આરેાગ્ય.
અનિલ - પવન.
અનીક - યુદ્ધ, લડાઇ.
અનુકરણ્ - નકલ કરવી તે.
અનુદિન - દરરોજ.
અનુમરણ - પાછળ મરવું તે.
અનુરક્તિ - પ્રીતિ.
અનુસરણ - પાછળ ચાલવું તે.
અન્યત્ર – બીજે ઠેકાણે.
અન્યથા - બીજી રીતે, ઉલટું.
અન્વેષણ – શોધ.
અપકૃત્ય - નઠારાં કૃત્ય.
અપરિમિત - ઘણું.
અપરોદ્વાહ - બીજું લગ્ન.
અભિલષિત - ઇચ્છેલું.
અભેદ - એકતા.
અભ્ર-વરસાદ, વાદળાં.
અમર-દેવ.
અમલ-નિર્મળ.

અમલાનન - નિર્મળ મુખ.
અમિત – ધણું, મપાય નહિ એટલું
અમૂલાં - અમૂલ્ય.
અમંગળ - અશુભ.
અયુત - દશ હજાર.
અરમ્ય - સુંદર નહિ તે.
અર્ધ - પૂજાવિધિ
અર્થના - પ્રાર્થના, અરજ.
અર્ભક – બાળક.
અવગણી - અવગણના કરીને.
અવગણી - અવગણના કરીને.
અવગાહના - ન્હાતા.
અવગુંઠન - ધુમટો, લાજ.
અવર્ણ્ય - ન વર્ણવી શકાય એવું.
અવલંબન - આધાર.

અવશ - સ્વતત્ર.
અવસાન – મૃત્યુ
અવાચ્ય - ન બોલાય એવું
અવિકૃત - વિકાર વિનાનું
અવિરત - નિરંતર.
અવ્યક્ત્ - અસ્પષ્ટ.
અશન - ભોજન, ખાવાનું
અસિ - તલવાર.
અસ્તાબ્ધિ - પશ્ચિમસમુદ્ર.
અહમહમિકા - અહંભાવ.
અહંત્વ - હું પણું.
અહંપદ - હુંપદ.
અજ્ઞાત - અજાણ્યું.

આકર્ષી - ખેંચી.
આકુલ - વ્યાકુળ.
અાક્રોશંતી – ગાળો દેતી.
આક્રંદ - રડારેાળ.
આદર - સત્કાર
આદેશ - આજ્ઞા
આનન - મુખ
આયુધ - હથિયાર
આર્દ્ર - ભીનું
આલંબ -આધાર.

આાઘાત - ઘા.
આતર - વહાણભાડું.
આતિથ્ય - પરોણાગત.
આત્મજ – પુત્ર.
આવેશ - પ્રવેશ.
આશય - અભિપ્રાય.
આશલતા - આશા રૂપ વેલ્ય.
આશ્વવાસ - દીલાસો
આશ્વાસન – દીલાસો.
આસ્વાદ - સ્વાદ, લ્હેજત.

આવાસ - ઘર.
આવાહન-બેાલાવવું તે.

અાહ્‌લાદ – આનંદ
આંદોલિત - ડોલતું.

ઇતર – બીજું.
ઇતરત્ર - બીજે ઠેકાણે.

ઇષ્ટ - ઈચ્છેલું, યોગ્ય, પ્રિય

ઉકિત - કથન.
ઉચ્ચાશય - ઉંચો અભિપ્રાય.
ઉટજ - ઝુંપડી.
ઉડ્ડુરાજ - ચંદ્ર.
ઉત્કા - આતુર સ્ત્રી.
ઉત્તમાગ -માથું.
ઉત્સંગ - ખોળો
ઉદયાસ્ત - ઉગવું અને આથમવું.
ઉદ્‌ઘાટિત - ઉધાડેલું.
ઉદ્‌ભવંતા –ઉત્પન્ન થતા.

ઉદ્યત - તૈયાર.
ઉપકૃતિ - ઉપકાર.
ઉપયુકત - ઉપયેાગી.
ઉપવન - બગીચો.
ઉપહાર - ભેટ.
ઉપેક્ષા - અનાદર.
ઉલૂક - ધુવડ
ઉલ્લેાલ - મોટાં મેાજાં.
ઉષા - પ્રભાત.
ઉષ્મા - ગરમી.

ઋણ - કરજ.

ઐક્ય-એકતા.

ઐતિક-આ લોક સંબંધી.

ઓજસ્વી - શકિતમાન્.
ઔત્સુક્ય - આતુરતા
અં

અંક - ખોળો.
અંજલિ - ખેાબો.

અંબર-અાકશ.
અંબુ - પાણી.

અંતર - મન; છેટું.
અંતરાય - વિધ્ન.
અંતદૃષ્ટિ -અંદરની નજર.

અંભોધિ - સમુદ્ર.
અંશુ - કિરણ.

કકુભ-દિશા.
કદલી - કેળ.
કમળકન્યકા - લક્ષ્મી.
કર – કિરણ, હાથ.
ક૨૫ત્ર -કરવત.
કરાલ-ભયંકર.
કરાલંબ - હાથનો ટેકો.
કર્કશત્વ - કઠેરતા.
કર્તવ્યાબ્ધિ - કર્તવ્યોને સમુદ્ર
કલ - મધુર સ્વર
કલરવ - મધુર સ્વર
કલાપી – મોર, સ્વ. ઠા. સુર

સિંહજી

કલિ - કજીયો, ક્લેશ.
કલિકા - કળી.
કલુષિત - પાપવાળું.
કષ્ટસાધ્ય - મુશ્કેલીએ સાધી શકાય

એવું.

કાનન - વન.
કાન્ત - પતિ, પ્રિય
કાન્તા - પત્ની, પ્રિયા

કારાગાર - કેદખાનું
કાળ - સમય, મૃત્યુ.
કારૂણ્ય - દયાળુપણું.
કિંચિત- કાંઇક
કુટિલ - વાંકુ
કુણપ - મુડદું
કુતુક - કૌતુક
કુતૂહલ - કૌતુક.
કુપિત - ગુસ્સે થયેલું
કુમખ –ખરાબ યજ્ઞ.
કુરંગ - હરિણ.
કુલિશ - વજ્ર
કુહૂ - કેાયલનો અવાજ
કૂજન - કેાયલનો અવાજ
કૃતકૃત્યતા - કૃતાર્થતા.
કૃતાંત - મૃત્યુ.
કૃપાણ - તલવાર.
કૃશ - દુબળું
કૃષિક - ખેડુત
કૃષીવલ - ખેડૂત.
કષ્ગા - દ્રૌપદી.

કેકારવ - મોરનો સ્વર.
કેલિ - ક્રીડા, રમત.
કેસરી - સિંહ

કોલાહલ - શેાર બકોર.
કંપિત - ધ્રૂજતું.

ખડ્ગાધાત - તલવારનો ઘા.
ખર – તીક્ષ્ણ, ક્રૂર

ખરતર - અત્યંત ક્રૂર.
ખાદ્ય – ભોજન.

ગણ - ટોળું
ગણના - ગણતરી
ગભીર - ગંભીર ઉંડુ
ગર્ત - ખાડો
ગહન - ગંભીર, અગમ્ય
ગહ્‌વર - ગુફા
ગાયન્તી - ગાનારી
ગિરિ-પર્વત
ગિરિકંદર-પર્વતની ગુફા.
ગીર્વાણ - દેવ.
ગુરુજન - વડીલ
ગુરુસુંદરી - વડીલ સ્ત્રી
ગુહા - ગુફા
ગુંજન - ગણગણાટ, બારીક અવાજ.

ગુહ્ય - રહસ્ય, છુપું
ગુફિત - ગોઠવેલું
ગુંબજ - ઘુમટ
ગૂઢ - રહસ્ય, છુપાયેલું
ગૃહ -ઘર
ગૃહછત્ર - છાપરું
ગૃહપતિ-ઘરધણી
ગૃહવધૂ-ઘરની વહુ
ગૃહમંડન - ઘર શણગારવું તે
ગૃહવધૂ - ઘરની વહુ
ગૃહાંગણ - ઘરનું આંગણું
ગૃહિણી - પત્ની, સ્ત્રી.
ગોપન - આચ્છાદન, ઢાંકવું તે
ગ્રાહ -મગર

ઘન - વરસાદ
ઘાતક - મારનાર

ઘોર - ભયાનક

ચપલા-વીજળી
ચમૂપતિ- સેનાપતિ
ચર્વણ-ચાવવાની ક્રિયા.
ચલનયંત્ર - ગતિયંત્ર
ચાટૂક્તિ - વખાણનાં વચન

ચિર – લાંબું
ચેતન - સજીવન
ચંદ્રાર્ક - ચંદ્ર અને સૂર્ય
ચેતના - બુદ્ધિ, જાગૃતિ.

છદ - પાંખ

જગત્કૃતિનાં કાર્યો.
જટિત - જડેલું
જનક - બાપ.
જનતા - જનસમૂહ.
જનતાર્પિતદેહ-જનસમૂહને શ-

રીર અર્પણ કરનાર.

જન્મદાત્રી - જન્મ આપનારી મા.
જયિની - જીતનારી.
જલકણ – પાણીનું ટીપું

જલદ - વરસાદ
જલધિ - સમુદ્ર
જલનિધિ - સમુદ્ર
જલવાહક - વરસાદ.
જલ્પતા - બડબડતા.
જીમૂત - મેધ, વરસાદ
જીર્ણ - જૂનું.
જીવન - જીંદગી.
જંબૂક - શિઆળ.

ઝંઝા - ફુંકતા વાયુને અવાજ
ટિટ્ટિભ - ટીટોડી.

તટિની - નદી.
તનુરત્ન - શરીરનું રત્ન.
તપન-સૂર્ય.
તમ - અંધારૂં
તમિસ્ત્ર -અંધારૂં

તપ્ત - તપેલું.
તમિસ્રાચય - ધણું અંધારૂં
તરણિ - હોડી, સૂર્ય.
તરલ - ચંચળ
તરિ-હોડી.

તરિગતજલેાત્સર્જન - હોડીમાં
ભરાયેલું પાણી કાઢી નાંખવાની

ક્રિયા

તરંગ -મોજાં
તરંગિણિ - નદી
તાર - અત્યંત ઉચ્ચ સ્વર
તીર - કાંઠો, કિનારો
તુરંગમ - ઘોડો
તૃણ - ઘાસ.

તૃષિત - તરસ્યું.
તોમર - એક હાથિયાર
તેાય - પાણી
તોયાર્થી - પાણી પીવાની

ઇચ્છાવાળો.

ત્રસ્ત - બીધેલું
ત્રિદિવ - દેવ
ત્રિયામા - રાત્રિ
ત્વરિત - તુરત

દયાસુખ સરસ્વતી-સ્વામી દયાનંદ

સરસ્વતી

દયિત -વ્હાલો, પતિ
દર્દુર - દેડકો
દક્ષિણ - ચતુર
દિગ્મૂઢત્વ - દિગ્મૂઢપણું
દિનપતિ - સૂર્ય
દિનેશ - સૂર્ય
દિવ્યદેહા - દિવ્ય શરીરવાળી.
દીધિતિ - કિરણ
દીપાત્યય - દીવાનો નાશ.
દીપ્ત - પ્રકાશિત
દીપ્તી - પ્રકાશ
દુરિત - પાપ.
દુર્ગ - કિલ્લો
દુર્જય - અજિત

દુભિક્ષ - દુકાળ
દુર્વા - ધરો
દુર્વાસના - ખરાબ વાસના
દુર્વાંકુર - ધરોના ફણગા.
દુષ્પથ - ખરાબ માર્ગ
દિહિતા - દીકરી
દગ્ - આંખ
દૃશદ્ - પત્થર.
દૃશ્ય - જોવાનું.
દેહલી - ખડકી, ઉંબરો.
દોલિત - ડોલતું.
દંભ - કપટ
દ્રુતિ - તેજ
દ્રવતી - ટપકતી
દ્વીપ - બેટ
દ્વંદ્વ - જોડ.

ધમની-નાડી.
ધરિત્રી-પૃથ્વી.
ધાત્રી-ધાવ.
ધુની - નદી
ધૃતિ-ધીરજ.

ધૃષ્ટ - બેશરમ.
ધ્યાનાભાસ - ધ્યાન ધર્યા જેવું.
ધ્વનિ - અવાજ.
ધ્વાન્ત - અંધારૂં.

નગ - પર્વત.
નગેંન્દ્ર - હિમાલય.
નત - નમેલું.
નભસંગમ -પક્ષી.
નરમેધ - માણસને હોમી કરાતે। યજ્ઞ
નરલેાક - મનુષ્યલેાક.
નર્તન - નાચ.
નવ - નવું.
નવોઢા - નવી પરણેલી સ્ત્રી
નવ્ય-નવું
નાવિક - વહાણ ચલાવનાર
નિકટ - નજીક
નિકેત - ધર
નિદાધ - ઉન્હાળો, તાપ
નિદેશ - આજ્ઞા
નિધન - મોત
નિધાન - ભંડાર
નિનાદ -અવાજ

નિમિષ- અાંખની પલક
નિરંકુશ - સ્વચ્છંદ
નિર્ઘોષ - અવાજ, શબ્દ
નિર્ઝર-ઝરો
નિર્ઝરી - નદી
નિવૃત્તિ - સુખ, શાંતિ
નિશીથ -મધ્યરાત્રિ
નિશ્વચલ - અચળ
નિશ્ચેષ્ટ - ક્રિયારહિત
નિષ્કામ - આકાંક્ષારહિત
નિષ્ઠુર - ઘાતકી, કઠિન
નિસર્ગ - સ્વભાવ
નીરવ-સ્વર રહિત, શૂન્યકાર
નૂતન - નવું
નૃતિ - નાચ
નૃશંસ - ધાતકી, ક્રૂર
નૌકા - હોડી
નંદન-ઇંદ્રનો બાગ

પટુતા - ચતુરાઈ
પતન - પડવું
પતાકા - ધ્વજા
પતંગ - કનકવો
પત્ર - પાન
પત્રાંકુર - પાનની ટીશી
પત્રાંબર - પાનરૂપ વસ્ત્ર
પથ - માર્ગ
પથપતિત- માર્ગમાં પડેલું
પથિક- મુસાર
પથિકાગમ - મુસાફરોનું આવવું
પદરવ - પગનો અવાજ
પદવી - માર્ગ
પદ્મપત્ર - કમળપત્ર
પદ્માલયા - લક્ષ્મી
પન્નગ - સર્પ
પય - દૂધ, પાણી
પરતા - પારકાપણું
પરમપદ - મોક્ષ
પરશુ - ફરશી
પરાજય - હાર
પરાનંદ -મોક્ષનો અાનંદ
પરિક્રમ - ગેળ ફરવું તે.
પરિચિત – જાણીતું

પરિણત - ૫કવ
પરિતુષ્ટ - સંતુષ્ટ
પરિમિત - માપસરનું, અમુક
પરિવર્ધન - વૃદ્ધિ
પરિવૃઢ - ધણી, માલીક.
પરોક્ષ - ગેરહાજરી
પરંપરા - એકની પાછળ એક

આવ્યાં કરે તે

પર્ણ - પાન
પર્યન્તે - અંતે
પલાયન - ન્હાસી જવું તે
પલાશી - ઝાડ
પલ્લવિત - પ્રફુલ્લિત
પવમાન - પવન
પશ્ચાતાપ - પસ્તાવો
પાદપ - ઝાડ
પાન્થ - મુસાફર
પાવન - પવિત્ર
પાવનકરત્વ - પવિત્ર કરનારપણું
પાવની - પવિત્ર કરનારી
પિચંડ - પેટ
પિતૃવિપિન -શ્મશાન
પિપાસુ - તરસ્યું
પિહિત - બંધ, ઢાંકેલું

પિંજર - પાજરૂં
પીયૂષ - અમૃત
પુલકિત - રૂવાડી ચડેલું, રોમાંચિત
પુંજ - ઢગલો
પૃથાસુન - અર્જુન
પૃષ્ટ - પીઠ
પૌર્ણમાસી - પૂર્ણિમા
પંકજ - કમળ
પંચત્વ - મરણા
પંચમાલાપ - સાતસ્વરમાંના પાંચમાંના - કોયલ - ના સ્વરનો ઉચ્ચાર
પંચમોચ્ચાર - સાતસ્વરમાંના પાંચમાંના - કોયલ - ના સ્વરનો ઉચ્ચાર
પંથી - મુસાફર
પ્રખર - અત્યંત તીક્ષ્ણ
પ્રચંડ - ભયંકર
પ્રચ્છન્ન-મુખ
પ્રણુયાસ્ત્ર- પ્રેમરૂપ હથિયાર
પ્રણયિની-વ્હાલી સ્ત્રી
પ્રતિ - દરેક
પ્રતિઘોષ - પડઘો
પ્રતિપક્ષ - શત્રુ
પ્રતિભા-પ્રકાશ

પ્રાતવચન - ઉત્તર
પ્રતિકાર - બદલો
પ્રતીચી - પશ્ચિમ દિશા
પ્રતીક્ષા - રાહ જેવી
પ્રથમકવિ - વાલ્મીકિ કવિ
પ્રભા-પ્રકાશ
પ્રલંબ - બહુ લાંબું
પ્રયાણ - ગમન
પ્રવાસી - મુસાફર
પ્રસૂ - માતા
પ્રસ્થાન - મુસાફરી, ગમન
પ્રહરિ - પહેરેગીર, ચોકીદાર
પ્રક્ષાલંતું - ધોતું
પ્રાકૃત - પામાર, સાધારણ
પ્રાચી - પૂર્વ દિશા
પ્રાચ્ય - પ્રાચીન
પ્રાણેશ - પતિ
પ્રાર્થના - પ્રાર્થના, અરજ
પ્રાસાદ - મહેલ, મંદિર
પ્રાંતભાગ - સીમાભાગ
પ્રિયતમા - વહાલી સ્ત્રી
પ્રૌઢા - પુખ્ત વયની સ્ત્રી

ફુત્કાર - ફુંક

બધિર - બહેરું
બદ્ધ - બંધાયેલું

બલિ - યજ્ઞમાં હોમવાનું
બલિદાન- યજ્ઞમાં હોમવાનું

બાલ્ય - બાળપણ
બાહ્ય સ્વરૂપ - બહારનું સ્વરૂ૫

બંદી - કેદી

ભરિત - ભરેલું
ભવ - સંસાર, જન્મ
ભવદુર્લભ - જન્મમાં ન મળી શકે

એવું

ભવન - ઘર, મકાન, જન્મ
ભવિક - કલ્યાણ
ભવ્ય - ઉત્તમ, સુંદર, ભાગ્યવાન
ભાગીરથી - ગંગા
ભાજન - પાત્ર
ભારતી - સરસ્વતી
ભાસ્કર - સૂર્ય

ભિષક - વૈદ્ય
ભીતિ - બીક.
ભીરૂ - બીકણ
ભુવિ - પૃથ્વીમાં
ભૂષણ - શણગાર
ભૃત્ય - ચાકર
ભેદક - જુદાઇ, જણાવર
ભેદાભાવ - એકતા
ભ્રમણ - ભમવું
ભ્રાંતિ - સંશય, ભૂલ

મકરંદ - ફુલનો રસ
મખ - યજ્ઞ
મગધેશ્વર -ચક્રવર્ત્તિ અશોક
મદર્થે - મારે માટે
મધુકરી - ભમરી
મનુજ - માણસ
મનુજાત - માણસ
મનોજ્ઞ - સુંદર
મન્મય - કામદેવ
મમત્વ - મ્હારાપણું

મરાલ - હંસ
મરૂસ્થળ -નિર્જળ દેશ, મારવાડ
મલ - તેલ
મહાર્ણવ -મોટો સમુદ્ર
મહિષી – ભેંસ
માંક્રંદ – આંબો
માતૃતા - માતાપણું
માધવ - શ્રીકૃષ્ણ
માધુરી - મધુરતા
માનસ - મન, માન સરોવર

માનાદ્રિ - અભિમાન રૂ૫ પર્વત
માર્દવ - કોમળતા
મિત - માપેલું, માપસરનું
મિલન - મેળાપ
મીલિન - મીંચેલું
મુકુલ - કળી
મુક્તા - મોતી
મુગ્ધ - ગુંચવાયેલું

મુગ્ધભાવ - ગુંચવણ
મુદિત - આનંદિત
મૃદુલ- કોમળ
મૃદુ - કોમળ
મૃદ્વંગી - કોમળ અંગવાળી.
મૃષા - વૃથા, ફોકટ
મૌન - ચુપકીદી
મંજુ - સુંદર

યથાકાળ - સમય પ્રમાણે
યથાસમય - સમય પ્રમાણે
યદિ - જો, જ્યારે
યથાબળ - શકિત પ્રમાણે
યશસ્વી - કીર્તિમાન્

યશ:કાય - કીર્તિરૂ૫ શરીર
યાદવી - માંહેમાંહેની લડાઈ
યાન - વાહન
યુગમ - જોડું
યોગભ્રંશ - યોગથી પડવું તે

રક્તતા - રતાશ
રજનીપતિ - ચંદ્ર
રમણ - પતિ
રમણી - સ્ત્રી
રવ - શબ્દ, અવાજ
રવિકર - સુર્યના કિરણ
રશના - દેરી
રસાળ-અાંબો

રાસેશ્વરી - રાસની દેવી
રિક્ત - ખાલી, શૂન્ય
રૂચિરત્વ - સુંદરતા
રૂદિત - રડતું
રૈવત - ગિરનાર
રોમાંચ - રૂંવાડાં ઉભાં થવાં તે
રોદન - રૂદન
રંકુ - હરિણી
રંભા - કેળ

લતિકા-લતા, વેલ્ય
લય-ગીત તાલ અને નાચનો

એક સાથે મહા વિશ્રામ

લલિત-સુંદર
લસત્-પ્રકાશિત
લસંતી -પ્રકાશતી

લહરિ -મોજાં
લક્ષ્ય -નિશાન
લાડિલી -લાડકવાઈ
લિપ્ત -લિંપાયેલું
લીલા -ક્રીડા, રમત
લુબ્ધક - શિકારી

વક્ત્ર-મુખ
વક્ર-વાંકુ
વક્રોક્તિ-વાંકાં વચન
વજ્રિ-ઈંદ્ર
વત્સ-વાછરડો
નંદનવન-ઈંદ્રનો બાગ
વપુ-શરીર
વયસ્ય-મિત્ર
વયસ્યા-બહેનપણી
વર્ષણ - વૃષ્ટિ, વરસવું તે
વર્ષાભાવ - અનાવૃષ્ટિ
વલ્લભ - વહાલો, પતિ.
વસુમતી - પૃથ્વી
વસુંધરા - પૃથ્વી
વલ્લરી -વેલ્ય
વસ્ત્રવિલ – કપડાનો છેડો
વહ્નિ - બ્હેણ

વહ્નિ-અગ્નિ
વાતાયન-બારી
વાત્સલ્ય-સંતિત પ્રતિનો

સ્નેહભાવ

વાયસ-કાગડો
વાસુદેવ-શ્રીકૃષ્ણ
વાહિની-વહેનારી
વિકટ-ભયંકર
વિકળ - વિહ્‌વળ, ઘેલું
વિકાસ - ખીલવું તે
વિક્રમ - પરાક્રમ
વિગ્રહ - શરીર
વિગ્રહવતી - મૂર્તિમતી
વિઘાત - વધ, ઘાત
વિઘાતક-મારનાર

વિચરાય - જવાય
વિજન - માણસ વગરનું
વિટપ - ડાળી
વિતથ -જૂઠું
વિતરતી - આ૫તી
વિતરણ - દાન, વહેંચણી
વિદ્યુત્પાત - વિજળીનું પડવું
વિધિ - રીત, નસીબ, નિયમ
વિધિવશ – નિયમવશ
વિનિર્મિત - બનાવેલું
વિ૫જજાલ - દુ:ખરૂપ જાળ
વિપત્ - દુઃખરૂપ વાયુ
વિપદ્ધર્મ - આપત્તિનો ધર્મ
વિપર્યય - ફેરફાર
વિપક્ષ - શત્રુ, હરીફ
વિપિન - વન
વિપ્રયોગ - વિયોગ
વિફળ -નિષ્ફળ
વિભ્રમ - ગુંચવણ, ઉતાવળ
વિમોહિત - મોહ પામેલું
વિયત્ - આકાશ
વિરતિ - વિસામો
વિરમ - અટકી જા, શાંત થા
વિરામ - આરામ
વિરૂ૫ - બેડોળ
વિલક્ષણ - જૂદી જાતનું

વિલીન - પિગળી ગયેલું
વિલોકન - અવલોકન
વિવશ - પરવશ
વિશ્વાનંદી - જગતને આનંદ

આપનાર

વિશ્વાંબર – વિશ્વરૂ૫ આકાશ
વિષધર - સર્પ
વિષમ - ખરાબ, ભયંકર, અવળું
વિસ્મિત - વિસ્મયયુકત
વિસ્મૃતિ-ભૂલી જવું તે
વિહંગ - પક્ષી
વિહરણ - ભમવું
વિહિતવિનયા - વિનયવાળી
વિહંગશાવક - પક્ષીનું બચ્ચું
વીચિ - મોજાં
વૃત્તિ - મનેાવૃત્તિ, વર્તણૂક, ધંધો
વૃક્ષાવલિ - ઝાડની પક્તિ
વેપતી - ધ્રૂજતી
વૈધવ્ય - વિધવાપણું
વૈમુખ્ય - વિમુખપણું
વૈમુખ્ય - વિમુખપણું વૈયર્થ્ય - વ્યર્થતા
વંચન - ઠગાઇ
વંચવું - ઠગવું
વંધ્ય - વાંઝીઉં
વ્યક્ત - સ્પષ્ટ
વ્યંજન - વીંઝણો

વ્યથા -પીડા
વ્યથિત -પીડિત, દુ:ખી
વ્યાપારાતર -બીજું કામ
વ્યાપ્ત - વ્યાપી રહેલું

વ્યોમ - આકાશ
વ્યોમગંગા - આકાશગંગા
વ્યંગ -મશ્કરી

શતધા - સેંકડો પ્રકારે
શનૈ - ધીમેથી
શમિત - સમાયેલું, નષ્ટ
શય્યા - પથારી
શર - બાણ
શરચ્ચંદ્ર - શરદ ઋતુનો ચંદ્ર
શર્વરી - રાત્રિ
શવ - મુડદું
શાખા - ડાળી
શારદી - શરદઋતુની
શાવક - બાળક, બચ્ચું
શિથિલ - ઢીલું
શિશુક - બાળક
શિષ્ટ - બાકી રહેલ, સભ્ય
શીકર - છાંટા
શીત - ઠંડું
શીલ-સદ્ગુણ

શુચિ - પવિત્ર, સ્વચ્છ
શૂન્યવત્ - શૂન્યજેવું
શૃંખલા - સાંકળ
શૈશવ - બાળપણ
શોણિત - લોહી
શોભન - સુંદર
શંપા - વીજળી
શ્રમિત - થાકેલું
શ્રવણ - કાન, સાંભળવું તે
શ્રાન્ત - થાકેલું
શ્રુતિ - કાન, વેદ
શ્રુતિપથ - કર્ણમાર્ગ
શ્રોણિ - કટિ, કમર
શ્વસન - શ્વાસ, પવન
શ્વસનત્વ - પવનપણું
શ્વાપદ - શિકારી જનાવર

ષ : ષડ્વિધ - છ પ્રકારનું

સજ્જ - તૈયાર

સત્કૃતિ - સારૂં કામ

સદન - ઘર
સદભિધાન - સારૂં નામ
સદય - દયાળું
સદૃશ્ - સરખું, સમાન
સદ્મ - ધર
સન્નિવેશી - પડેાશી
સ૫ત્ની - શાકય
સમર - યુદ્ધ
સમરસ્થળ - લડાઈનું મેદાન
સમરાંગણ - લડાઈનું મેદાન
સમીર - પવન
સમીક્ષા - અવલોકન
સમુદય - ટોળું
સમુદ્ધરણ – સારી રીતનો ઉદ્ધાર
સરણિ - માર્ગ
સર્વતઃ - ચો તરફથી
સર્ષપ - સરસવ
સલજ્જ - લજ્જા સહિત.
સલિલકૃષ્ણ - પાણીનું ટીપું
સવિતા - સૂર્ય
સહકાર - આંબો
સહસા - એકદમ
સહસ્ત્રચક્ષુ - હજાર આંખવાળો
સહિષ્ણુતા - સહનશીલપણું.

સહ્ય - સહન કરવા યોગ્ય
સાન્ત્વના -દિલાસો
સા૫ત્ન્યભાવ - શેાક્યને ભાવ
સાફલ્ય - સફળતા
સામીપ્ય - નજીકપણું
સાયક - બાણ
સારિકા - મેના
સાર્થ - સંઘાત, ટોળું
સાશંક - શંકા સહિત.
સાન્ધ્ય - સંધ્યાકાળનું
સિકત - છાંટેલું, ભીંજેલું
સિદ્ધાદ્રિ - શત્રુંજય પર્વત
સુકૃતિ - ભાગ્યશાળી
સુકેલિ - સારા કીડા
સુગત - ગૌતમ બુદ્ધ
સુદર્શન - વિષ્ણુનું ચક્ર
સુધાર્ણવ - અમૃતને સમુદ્ર
સુધાસ્પર્ધી - અમૃતની હરીફાઈ કરે

તેવું

સુધાંશુ-ચંદ્ર
સુભગ - સુખી, સુંદર, પ્રિય
સુમન - ફુલ, ઉદારચિત્ત
સુમંદ - અત્યંત ધીમું
સુરતેજ - દૈવી તેજ
સુરત્વ - દેવપણું

સુરનારી - દેવાંગના
સુરનિવાસ - સ્વર્ગ
સુરપાવની - દેવેને પવિત્ર કરનારી
સુરભિ - સુગંધ ગાય
સુરવંદ્ય - દેવોને નમવા યોગ્ય
સુરસેવ્ય - દેવોને સેવવા યોગ્ય
સુરેંદ્ર - ઇંદ્ર
સુષમા - શોભા
સુષુપ્તિ - ગાઢ નિદ્રા
સુહૃદ્ - મિત્ર
સૂણિ - અંકુશ
સૌન્દર્ય - સુંદરતા
સૌરભ - સુગન્ધ
સૌરભલુબ્ધ - સુંગધથી લોભાયેલું
સૌરાષ્ટ્ર - કાઠિયાવાડ
સૌશીલ્ય - સુશીલતા
સંકેતરાત્રિ - મુકરર કરેલી રાત્રિ
સંક્રાન્ત - જોડાવું, દાખલ થવું
સંગતિશૂન્ય - સંગ રહિત
સંગ્રામ - યુદ્ધ
સતત - હમેશ, નિરંતર
સંધાન - ધ્યાન
સંપ્રતિ - હમણાં
સંભ્રમ - ઉતાવળ, ગુંચવણ
સંયમ - ઇંદ્રિયોને નિયમમાં રાખ-

વાપણું

સંસર્ગ - સંબંધ, સોબત
સંસૃતિ - સંસાર
સંસ્થિતિ - સારી રીતે નિવાસ
સ્કંધ - ખભો
સ્ખલન – ભૂલ, પડવું તે
સ્તબ્ધ - રોકાયેલું, અચળ
સ્તંભ - થાંભલો
સ્થલાંતર – બીજે ઠેકાણે
સ્થિતિ - હાલત, સ્થિરતા, નિવાસ
સ્પર્ધા - ચડસાચડસી
સ્પર્શન - વાયુ, પવન
સ્મરેલી - સંભારેલી
સ્મૃતિ - સ્મરણ
સ્ત્રજ્યાં – બનાવ્યાં
સ્રષ્ટા - બનાવનાર, બ્રહ્મા
સ્રોત - પ્રવાહ
સ્ત્રોતસ્વતી - નદી
સ્રોતસ્વિની - નદી
સ્વર્ગગંગા - આકાશગંગા
સ્વર્ધુની - આકાશગંગા
સ્વર્ગદ્વય - બે સ્વર્ગ
સ્વર્લોક - સ્વર્ગ
સ્વલ્પ - થોડું
સ્વસ્થ - શાંત
સ્વાગત-સત્કાર

સ્વાત્મ - પોતાનો આત્મા
સ્વાતંત્ર્ય - સ્વતંત્રતા
સ્વાદન - લહેજત, સ્વાદ
સ્વાધ્યાય - વેદનો અભ્યાસ

સ્વાન્ત - મન
સ્વાસ્થ્ય -આરોગ્ય, શાંતિ સંતોષ
સ્વીકૃત-સ્વીકારેલું
સ્વેદ -૫રસેવો

હરિત - લીલા રંગનું
હિમાંશુ - ચંદ્ર
હિંદોલ - હિંચકો
હુતાશન - અગ્નિ
હત્સૃષ્ટિ - હૃદયની દુનિયા

હૃદયભર - હદયને ભાર
હૃષ્ટ - હર્ષિત
હેલી – નિરંતર વૃષ્ટિ
હેષતા -ખોંખારતા


ક્ષ

ક્ષન્તશ્ર – ક્ષમા કરવા યોગ્ય
ક્ષાન્તિ - સહનશીલતા
ક્ષારાબ્ધિ - ખારો સમુદ્ર
ક્ષિતિજ - દૃષ્ટિમર્યાદા

ક્ષીર - દૂધ
ક્ષુદ્ર - અધમ. કંગાળ, બારીક
ક્ષુધિત -ભૂખ્યું
ક્ષુલ્લક - પામર


જ્ઞ
જ્ઞાતા - જાણનાર