હંસા ચાલો સદ્ગુરુજીના દેશમાં જી
હંસા ચાલો સદ્ગુરુજીના દેશમાં જી દેવ ડુંગરપુરી |
હંસા ચાલો સદ્ગુરુજીના દેશમાં જી
હંસા ચાલો સદ્ગુરુજી ના દેશમાં જી
જીયાં કાગ પલ્ટી ને હંસ હોયે રે
હંસા બીજલીયારી ઝલમલ હુઈ રહ્યા જી
તીયાં મેહુલિયા વરસે રે અખંડ ધાર રે
હંસા પીયો રે પિયાલા હરિ રે નામ રા જી
એમાં આવાગમન મટી જાય રે
હંસા પીયો રે પિયાલા નિર્ભય નામ રા જી
હંસા અગર ચંદન કેરા હલ વલે જી
તેમાં વાવ્યો મોતીડા નો બીજ રે
હંસા મોતીડા ઉગ્યો હરિ રે નામ રા જી
જેને શીલ સંતો સિંચનહાર રે
હંસા પીયો રે....
હંસા મોતીડા પડ્યો મૈદાન માં જી
જેને જગત ઉલ્લાંઘી ને જાય રે
હંસા જ્યારે આવે રે હીરલા ના પારખુ જી
તીયાં હીરલા વેચાય મોંઘે મોલ રે
હંસા પીયો રે...
હંસા કાયા રે નગર કેરે શેહેર માં જી
એ માં ઉલ્ટી ને સુલ્ટી બજારે રે
હંસા આપ સૌદાગર હુઈ રહ્યા રે
તૈયાં વનજ હીરા મોતી લાલ રે
હંસા પીયો રે....
હંસા આવંત જાવંત હરિને ઓળખો જી
તે માં વાર ન ફેર લગાર રે
હંસા દેવ ડુંગરપુરી બોલિયા જી,
જેં જા ધન ઘડીને ધન ભાગ રે
હંસા પીયો રે...