હાલરડાં/આપણે આંગણીએ
< હાલરડાં
← જનેતાના હૈયામાં | હાલરડાં આપણે આંગણીએ ઝવેરચંદ મેઘાણી |
દેવનાં દીધેલાં → |
આપણે આંગણીએ
[બહેન નાના ભાઈને માટે ગાય છે.]
એક નાનું સરીખડું બાળ રે મા !
આવ્યું છે આપણે આંગણીએ.
એને નમ્યેથી પ્રાછત જાય રે મા!
આવ્યું છે આપણે આંગણીએ.
એને માથે મેવાડાં મોળિયાં,
એને ખંભે ખાંતીલા ખેસ રે મા.-આવ્યું છે.૦
એને કાને તે કુંડળ ઝળકંતાં,
કોટે કૌસ્તુભમણિનો હાર રે મા.-આવ્યું છે.૦
એની બાંયે બાજુબંધ બેરખા,
એની દસે આંગળીએ વેઢ રે મા. - આવ્યું છે૦
એને પગે રાઠોડી મોજડી.
એની ચટકતી છે ચાલ્ય રે મા. - આવ્યું છે૦