હાલરડાં/પારણિયામાં પોઢ્યો
< હાલરડાં
← નંદકિશોર | હાલરડાં પારણિયામાં પોઢ્યો ઝવેરચંદ મેઘાણી |
થેઈ ! થેઈ ! → |
પારણિયામાં પોઢો
ઓળોળોળો હાલ્ય હાલ્ય રે
પ્રીતમ પારણિયામાં પોઢ્યો.
ઘણા સોનાનું પારણું ને કોરે વીજળી વ્રળકે.
પારણિયાને ફેર ફરતી રતન ચૂનીઓ ઝળકે.
- ઓળોળોળો.
સોનાની સાંકળીઓ સુંદર રેશમની છે દોરી,
ચાર ખૂણે ચંદરવા ટાંક્યા, વચ્ચે સૂરજની જોડી.
- ઓળોળોળો.
મોર ચકલીઓ પૂતળીઓ ને ઝૂમખડાં સોનાના,
રૂમઝૂમ રૂમઝૂમ બજી રહ્યાં મારા લાલ રહો ને છાના.
- ઓળોળોળો.
હીર ચીરનાં બાળોતિયાં ને હાથમાં ધાવણી ઝાલી,
લાડકવાયો બાળક ઝૂલે, મે'ર કરી મતવાલી.
- ઓળોળોળો.
ભીડ થઈ જશોદાને મંદિર જોવા છેલછબીલા,
પગતળિયે પિલાઈ ગયા પ્રેમીજન ભગતીવાળા.
- ઓળોળોળો.