અનાસક્તિયોગ/૧૫. પુરુષોત્તમ-યોગ

← ૧૪. ગુણત્રય-વિભાગ-યોગ અનાસક્તિયોગ
૧૫.પુરૂષોત્તમ-યોગ
ગાંધીજી
૧૬. દૈવાસુર-સંપદ્-વિભાગ-યોગ →



૧૫

પુરુષોત્તમ યોગ


આ અધ્યાય્માં ક્ષર અને અક્ષરથી પર એવું પોતનું ઉત્તમ સ્વરુપ ભગવાને સમજાવ્યું છે.

૪૪

श्री भगवान बोल्याः

જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, અને વેદો જેનાં પાંદડાં છે એવું જે અવિનાશી અશ્વત્થ સંસારવૄક્ષ કહેવાયછે તેને જે જીણે છે તે વેદને જાણનારો જ્ઞાની છે.

નોંધઃ 'શ્વઃ' એટલે આવતીકાલ. તેથી અ-શ્વ -ત્થ એટલે આવતી કાલ લગી ન ટકનાર એવો ક્ષણિક સંસાર. સંસારનું પ્રતિક્ષણ રુઉપાંતર થયા કરે છે માટે તે અશ્વત્થ છે.પ્ણ એવી સ્થિતિમાં તે હંમેશાં રહેનાર છે તેથી અને તેનું મૂળ ઊર્ધ્વ એટલે ઈશ્વર છે તેથી તે શાસ્વત અવિનાશી છે.તેને વેદના એટલે ધર્મના શુદ્ધ જ્ઞાનરુઉપી પાતરાં ન હોય તો તે ન શોભે. આમ સંસારનું યથાર્થ જ્ઞાન જેને છે અને જે ધર્મને જાણનાર છે તે જ્ઞાની છે.

ગુણોના સ્પર્શ વડે વૃધ્ધિ પામેલી અને વિષયરુઉપી કૂંપળ વાળી તે અશ્વત્થની ડાળીઓ નીચે -ઉપર પ્રસરેલી છે; કર્મોના બંધન કરનારાં તેનાં મૂળ મનુષ્યલોકમાં નીચે ફેલાયેલાં છે.

નોંધઃ સંસારવૃક્ષનું અજ્ઞાનીની દ્રુષ્ટીવાળું આ વર્ણન છે. તેનું ઈશ્વરમાં રહેલું મૂળ તે નથી જોતો, પણ વિષયોની રમણીયતામાં મુગ્ધ રહી ત્રણે ગુણો વડે એ વૃક્ષને પોષેછે ને મનુષ્યલોકમાં કર્મપાષમાં બંધાયેલો રહે છે.

આ વૃક્ષનું યથાર્થ સ્વરુપ જોવામાં આવતું નથી. તેને અંત નથી, આદિ નથી , પાયો નથી; ખૂબ ઊંડે ગયેલા મૂળ્વાળા આ અશ્વત્થ વૃક્ષને અસંગરૂપી બળવાન શસ્ત્રથી છેદીને મનુષ્ય આ પ્રાર્થના કરે: 'જેમાંથી સનાતનપ્રવૃતિ- માયા પ્રસરેલી છે તે આદિપુરૂષને હું શરણ જાઉં છું !' અને તે પદને શોધે કે જેને પામનારને ફરી જન્મ મરણ ના ચક્રમાં પડવું નથી પડતું. ૩-૪

નોંધઃ અસંગ એટલે અસહકાર ,વૈરાગ્ય.જ્યાં લગી મનુષ્ય વિષયોની જોડે અસહકાર નકરે, તેમનાં પ્રલોભનોથી દૂર ન રહે ત્યાં લગી તે ત્માં ખૂંચ્યા જ કરવાનો.

પ્રલોભનોથી દૂર ન રહે ત્યાં લગી તે ત્માં ખૂંચ્યા જ કરવાનો.

વિષયોની સાથે રમત રમવી ને તેમનાથી અસ્પૃષ્ટ રહેવું એ ન બનવા યોગ્ય છે એ આ શ્લોકો બતાવે છે.

જેણે માનમોહનો ત્યાગ કર્યો છે,જેણે આસક્તિથી થતા દોષોને દૂર કર્ય છે, જે આત્મામાં નિત્ય નિમગ્ન છે, જેના વિષયો સમી ગયા છે, જે સુખ-દુઃખરૂપી દ્વંદ્વોથી મુક્ત છે તે જ્ઞાની અવિનાશી પદને પામે છે.

ત્યાં સૂર્યને, ચન્દ્રનેકે અગ્નિને પ્રકાશ આપવાપણું નથી હોતું. જ્યાં જનારને ફરી જન્મવું નથી પડતું એ મારું પરમધામ છે.

૪૪अ

મારો જ સનાતન અંશ જીવલોકમાં જીવ થઈને પ્રકૃતિમાં રહેલ પાંચ ઈન્દ્રિયો અને મનને આકર્ષે છે.

શરીરનો સ્વામી એટલે કે જીવ જ્યારે શરીર છોડે છે અથવા ધારણ કરે છે ત્યારે જેમ વાયુ પુષ્પાદિ ઠામમાંથી ગંધ લઈ જાય છે તેમ ઈન્દ્રિયો સહિત મનને સાથે લઈ જાય છે.

અને કાન, આંખ, ચામડી , જીભ, નાક તથા મનનો આશ્રય લઈને તે વિષયોને સેવે છે.

નોંધઃઅહીં વિશય શબ્દોનો અર્હ્ત બીભત્સ વિલાસ નથી, પણ્તે તે ઈન્દ્રિયોની સ્વાભાવિક ક્રિયાઓ; જેમકે આંખનો વિષય જોવું , કાનનો સાંભળ્વું, જીભનો ચખવું. આ ક્રિયાઓ વિકારવાળી, હોય ત્યારે દોષિત બીભત્સ ઠરે છે.જ્યાએ નિર્વિકાર હોયત્યારે તે નિર્દોષ છે. બાળક આંખે જોતું કે હાથે અડકતું વિકાર પામતું નથી. તેથી નીચેના શ્લોકમાં કહે છે .

( શરીરનો) ત્યાગ કરનાર અથવા તેમાં રહેનાર તેમજ ગુણોનો આશ્રય લઈ ભોગ ભોગવનાર એવા (આ અંશરુઉપી ) ઈશ્વરને મૂર્ખાઓ નથી જોતા; દિવ્યચક્ષુ જ્ઞાનીઓ જુએ છે. ૧૦

યત્નવાન યોગીજનો પોતાને વિશે રહેલા આ ઈશ્વરને જુએ છે. જ્યારે જેમણે પોતાની જાતને કેળવીજ નથી, આત્મશુધ્ધિ કરી નથી, એવા મૂઢજન યત્નકરતાં છતાં પણ એને ઓળખતાં નથી. ૧૧

નોંધઃ આંમાંને નવમાં અધ્યાયમાં દૂરાચારીને ભગવાને જે વચન આપ્યું છે તેમાં વિરોધ નથી. અકૃતાત્મા એટલે ભક્તિ હીન , સ્વેચ્છાચારી ,દૂરાચારી .

અને કાન, આંખ, ચામડી , જીભ, નાક તથા મનનો આશ્રય લઈને તે વિષયોને સેવે છે.

નોંધઃઅહીં વિશય શબ્દોનો અર્હ્ત બીભત્સ વિલાસ નથી, પણ્તે તે ઈન્દ્રિયોની સ્વાભાવિક ક્રિયાઓ; જેમકે આંખનો વિષય જોવું , કાનનો સાંભળ્વું, જીભનો ચખવું. આ ક્રિયાઓ વિકારવાળી, હોય ત્યારે દોષિત બીભત્સ ઠરે છે.જ્યાએ નિર્વિકાર હોયત્યારે તે નિર્દોષ છે. બાળક આંખે જોતું કે હાથે અડકતું વિકાર પામતું નથી. તેથી નીચેના શ્લોકમાં કહે છે .

( શરીરનો) ત્યાગ કરનાર અથવા તેમાં રહેનાર તેમજ ગુણોનો આશ્રય લઈ ભોગ ભોગવનાર એવા (આ અંશરુઉપી ) ઈશ્વરને મૂર્ખાઓ નથી જોતા; દિવ્યચક્ષુ જ્ઞાનીઓ જુએ છે. ૧૦

યત્નવાન યોગીજનો પોતાને વિશે રહેલા આ ઈશ્વરને જુએ છે. જ્યારે જેમણે પોતાની જાતને કેળવીજ નથી, આત્મશુધ્ધિ કરી નથી, એવા મૂઢજન યત્નકરતાં છતાં પણ એને ઓળખતાં નથી. ૧૧

નોંધઃ આંમાંને નવમાં અધ્યાયમાં દૂરાચારીને ભગવાને જે વચન આપ્યું છે તેમાં વિરોધ નથી. અકૃતાત્મા એટલે ભક્તિ હીન , સ્વેચ્છાચારી ,દૂરાચારી . નમ્રપણે શ્રધ્ધાથી ઈશ્વરને જે ભજે છે તે ક્રમે ક્રમે આત્મશુધ્ધ થાયછે અને ઈશ્વરને ઓળખે છે.જે યમ-નિયમાઅદિની દરકાર ન રાખતાં કેવળ બુધ્ધિપ્રયોગ થી ઈશ્વરને ઓળખવા માંગે છે તે અચેતા - ચિત્ત વિનાના , રામ વિનાના , રામને ક્યાંથીજ ઓળખે ?

સુર્યમાં રહેલું જે તેજ આખા જગતને પ્રકાશે છે અને જે તેજ ચંદ્રમાં અને અગ્નિ રહેલું છે તે મારૂં જ છે એમ જાણ.૧૨

પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી હું પ્રાણીઓને ધારણ કરુંછું અને રસો ઉત્પન્ન કરનાર ચંદ્ર થઈ બધી વનસ્પતિઓનુ પોષણ કરું છું .૧૩

જઠરાગ્નિ બની પ્રાણીઓના દેહનો આશ્રયલઈ હું પ્રાણ અને અપાન વાયુ વડે ચારે પ્રકારનું અન્ન પચાવું છું , ૧૪

[નોંધઃ ચાર પકારાનું અન્નતે ૧) ચાવીને ખાવાનું,૨) પીવાનું, ૩) ચૂસી લેવાનું અને ૪) ચાટી જવાનું . - કા.]

હું બધાનાં હ્રદય વિશે રહેલો છું; મારા વડે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ થાય છે. બધા વેદોથી જાણવાયોગ્ય તે હું જ , વેદોનો જાણનાર હું અને વેદાન્તનો પ્રગટાવનાર પણ હુંજ છું. ૧૫

૪૬

લોકમાં ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી એવા બે પુરુષો છે. ભૂતમાત્ર તે ક્ષર છે અને તેમાં જે સ્થિર રહેલો અંતર્યામી છે તે અક્ષર કહેવાય છે. ૧૬

આ ઉપરાંત એક બીજો ઉત્તમ પુરુષ છે. તે પરમાત્મા કહેવાય છે. એ અવ્યય ઈશ્વર ત્રણે લોકમાં પ્રવેશ કરીને તેને પોષે છે. ૧૭

કેમ કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ ચું, તેથી વેદોમાં અને લોકોમાં પુરુષોત્તમ નામે પ્રખ્યાત છું. ૧૮

હે ભારત ! મિહરહિત થઈને મને પુરુષોત્તમને આમ જે જાણે છે તે સર્વ જાણે છે ને મને પૂર્ણભાવે ભજે છે. ૧૯ હે અનધ ! આગુહ્યમાં ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું . હે ભારત ! એ જાણીને મનુષ્ય બુધ્ધિમાન થાય અને પોતાનું જીવન સફળ કરે. ૨૦


ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'પુરુષોત્તમ - યોગ' નામનો પંદરમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *