આપણા મતભેદનું કારણ(સ્વામી વિવેકાનંદ)

← ધર્મ મહાસભા,સ્વાગત પ્રવચનનો પ્રત્યુતર(સ્વામી વિવેકાનંદ) આપણા મતભેદનું કારણ(સ્વામી વિવેકાનંદ)
સ્વામી વિવેકાનંદ
હિન્દુ ધર્મ(સ્વામી વિવેકાનંદ) →
From Hindi wikisource




આપણા મતભેદનું કારણ

(સ્વામી વિવેકાનંદ)

હું આપ લોકો ને એક નાનકડી કથા સંભળાવું છું. હમણાં જે વિદ્વાન વક્તા મહોદયે પ્રવચન પુર્ણ કર્યું, તેમનાં એ કથન ને આપે સાંભળ્યું કે ' આવો, આપણે એક બીજાને ખરાબ કહેવાનું બંધ કરીએ', અને તેમને એ વાતનું બહુ દુઃખ છે કે લોકોમાં સદાય આટલો મતભેદ કેમ રહે છે. પરંતુ હું સમઝૂં છું કે જે કથા હું સંભળાવવાનો છું, તેનાથી આપ લોકોને આ મતભેદ નું કારણ સ્પષ્ટ સમજાઇ જશે. એક કુવામાં ઘણા વખતથી એક દેડકો રહેતો હતો. તે ત્યાંજ જનમ્યો હતો અને ત્યાંજ તેનું પાલન-પોષણ થયેલું, છતાં પણ તે દેડકો નાનો જ હતો. ધીરે ધીરે આ દેડકો એજ કુવામાં રહેતાં રહેતાં મોટો અને યુવાન થયો. હવે એક દિવસ એક બીજો દેડકો, જે સમુદ્ર માં રહેતો હતો, ત્યાં આવ્યો અને કુવામાં પડી ગયો.

"તું ક્યાંથી આવ્યો છે?"

"હું સમુદ્રમાં થી આવ્યો છું." "સમુદ્ર! ભલા એ કેટલો મોટો છે? શું તે પણ એટલોજ મોટો છે જેટલો મારો કુવો છે?" અને આમ કહેતા કહેતા તેણે કુવાના એક કિનારે થી બીજા કિનારા સુધી છલાંગ મારી. સમુદ્ર વાળા દેડકાએ કહ્યું, "મારા મિત્ર! ભલા, સુમદ્ર ની સરખામણી આ નાનકડા એવા કુવા સાથે કઇ રીતે કરી શકે છે?" ત્યારે એ કુવાવાળા દેડકાએ બીજી છલાંગ મારી અને પુછ્યું, "તો શું તારો સમુદ્ર આવડો મોટો છે?" સમુદ્ર વાળા દેડકાએ કહ્યું, "તું કેવી મુર્ખતાપુર્ણ વાત કરે છે! શું સમુદ્ર ની સરખામણી તારા કુવા સાથે થઇ શકે છે?" હવે તો કુવાવાળા દેડકાએ કહ્યું, "જા, જા! મારા કુવાથી વધીને અન્ય કશું હોયજ ના શકે. સંસાર માં આનાથી મોટું કશુંજ નથી! જુઠાડો? અરે, અરે આને બહાર કાઢી મૂકો" આ જ કઠણાય સદાય રહી છે.

હું હિન્દૂ છું. હું મારા ક્ષુદ્ર કુવામાં બેઠો એમજ સમજું છું કે મારો કુવોજ સંપૂર્ણ સંસાર છે. ઈસાઈ પણ પોતાના ક્ષુદ્ર કુવામાં બેસી એ જ સમજે છે કે આખોય સંસાર તે કુવામાંજ છે. અને મુસલમાન પણ પોતાના ક્ષુદ્ર કુવામાં બેઠો બેઠો તેનેજ સંપૂર્ણ બ્રહ્માંડ માને છે. હું આપ અમેરિકાવાળાઓને ધન્ય કહું છું, કારણકે આપ અમારા લોકોનાં આ નાના નાના સંસારોં ની ક્ષુદ્ર સીમાઓં ને તોડવાનો મહાન પ્રયત્ન કરી રહ્યા છો, અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં પરમાત્મા આપને આ પ્રયત્નોમાં સહાય કરી આપની મનોકામના પૂર્ણ કરે.

વિશ્વ ધર્મસભા શિકાગો-૧૫ સપ્ટે.૧૮૯૩.

સ્વામી વિવેકાનંદ