સર્જક:સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનન્દનો જન્મ સંવત ૧૯૧૯ના પોષ વદ સાતમને સોમવાર અને ૧૮૬૩ના જાન્યુઆરી માસની ૧૨મી તારીખે થયો હતો. તેમનુ વાસ્તવિક નામ નરેન્દ્ર નાથ દત્ત હતુ. તેઓ વેદાન્ત ના વિખ્યાત અને પ્રભાવશાલી આધ્યાત્મિક ગુરુ હતા. તેમણે અમેરિકા સ્થિત શિકાગો નગરમાં સન્ ૧૮૯૩ મા આયોજિત વિશ્વ ધર્મ મહાસમ્મેલનમા સનાતન ધર્મનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ભારતનુ વેદાન્ત અમેરિકા અને યૂરોપ ના દરેક દેશ મેં સ્વામી વિવેકાનંદ ના ઉપદેશના કારણે જ પહોંચ્યો હતો. પોતાના અભિપ્રાય થકી સમગ્ર વિશ્વને હલાવી દેવાની શક્તિ તેઓમાં હતી. તેમણે રામકૃષ્ણ મિશન ની સ્થાપના કરી હતી, જે આજે પણ્ સક્રીય રીતે કામગીરી બજાવે છે.
તેઓશ્રી રામકૃષ્ણ પરમહંસ જી ના સુયોગ્ય શિષ્ય હતા. સ્વામી વિવેકાનંદ મૂળબંગાળ ના નિવાસી હતા. સ્વામી વિવેકાનંદજીએ ૧૯૦૨ના જુલાઇ માસની ચોથી તારીખે શુક્રવારે ૩૯ વર્ષ, ૫ માસ અને ૨૪ દિવસનું આયુષ્ય ભોગવીને મહાસમાધિ લીધી.
સ્વામી વિવેકાનંદજી નાં પ્રવચનો (વિશ્વ ધર્મસભા શિકાગો-૧૮૯૩)
ફેરફાર કરો- ધર્મ મહાસભા,સ્વાગત પ્રવચનનો પ્રત્યુતર-૧૧ સપ્ટે.૧૮૯૩.
- આપણા મતભેદનું કારણ-૧૫ સપ્ટે.૧૮૯૩.
- હિન્દુ ધર્મ-૧૯ સપ્ટે.૧૮૯૩.
- ધર્મ ભારતની મુખ્ય જરૂરીયાત નથી-૨૦ સપ્ટે.૧૮૯૩.
- બૌધ ધર્મ-૨૬ સપ્ટે.૧૮૯૩.
- આભાર પ્રવચન-૨૭ સપ્ટે.૧૮૯૩.