એકતારો/પૂછે કોઈ શિશુ જો તમને,
< એકતારો
← વધે છે અંધારૂં, | એકતારો પૂછે કોઈ શિશુ જો તમને, ઝવેરચંદ મેઘાણી |
રઝળુ દીકરા ! ઘેર આવજે, → |
પૂછે કોઈ શિશુ જો તમને,
નરક નામનું સ્થલ ક્યાં ?
પૂછે પુત્ર પિતાને, શિષ્ય
ગુરુને, રૌરવ—દુ:ખ શાં?
ઉત્તર વિના અટકશો ના !
'રાષ્ટ્રના ઈર્ષ્યાળુ દિલમાં.' ૧.
દેશજનોની વિજય–વાટ પર
પત્થર થઈ પડવાનું,
જન–જાગૃતિનાં દરશન કરી કરી
એકલ ઉર જલવાનું,
ના પ્રભુ ! એથી ભલું જાણું
રક્તપિત રગ રગ સહવાનું. ૨.