← હું જુવાન, હું જુવાન, એકતારો
વધે છે અંધારૂં,
ઝવેરચંદ મેઘાણી
પૂછે કોઈ શિશુ જો તમને, →



સંધ્યાવેળા
O

વધે છે અધારૂં,
ત્યમ ત્યમ વધે હામ પ્રિય હો !
વધુ ભૂતો ભાળું,
ત્યમ ઉર રમે રામ પ્રિય જો! ૧

મને મસ્તી લાગી,
રમત રમવાને થનગનું,
જશે સુસ્તી ભાગી.
વિજય–વીર હું છો નવ બનું. ૨.