એકતારો/રઝળુ દીકરા ! ઘેર આવજે,
< એકતારો
← પૂછે કોઈ શિશુ જો તમને, | એકતારો રઝળુ દીકરા ! ઘેર આવજે, ઝવેરચંદ મેઘાણી |
બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, → |
રઝળુ દીકરા ! ઘેર આવજે,
નહિ વઢું તને, નાસી ના જજે. ૧.
વિષમ રાતને દેવ–દીવડે
ભજતી માતને દીન–ઝૂંપડે,
પથભૂલ્યા શિશુ ! આવી પોં'ચજે
પથ બીજે ચડી ક્યાંય ના જજે. ૨.
પ્રહરી હે ભલા ! પાય લાગુ હું,
ગભરૂડી થઈ તાત ! વીનવું
રઝળુ દીકરો ક્યાંય જો મળે,
પથ બતાવજે, ઘર ભણી વળે. 3.