એકતારો/ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત-ઝણકાર
< એકતારો
← જી રે બાપુ ! તમને કરાવી પારણિયાં, | એકતારો ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત-ઝણકાર ઝવેરચંદ મેઘાણી |
રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ → |
ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત–ઝણકાર,
હરિયાળી ધરતી કરી, કરી હાલ્યા મેઘ–મલાર;
તૂટ્યા તંબુર–તાર,
ભણકારા ભવ ભવ રિયા. ૧.
ભવ ભવ ગોત્યે ભટકતાં ન જડે જોડીદાર,
જિનકી હેડી હલ ગઈ, તાકા બુરા હવાલ;
બસુરાં ને બેતાલ,
હેડી વિણ ગાયન હુવાં. ૨.
ભાઈ મરે ભવ હારિયેં, બેન મરે દૃશ્ય જાય,
માવીતર મરતે ઉના, ચૌદશના વા વાય;
(પણ) સબ દુઃખ ભેળાં થાય,
હેડી ! એક તમે મુવે. ૩.
સજન ! તમારી ખાક પર ઝાઝા હજો જુહાર,
ભર ભર છાંટું અંજલિ, બખતરિયા જોધાર !
તેં દઇ દઇ પડકાર,
ભાગી ફોજું ભેડવી. ૪.
- ↑ *સ્વ. મણિભાઈ ત્રિવેદીના મરશિયા.