કંકાવટી/મંડળ ૨/૧૨. ફૂલ-કાજળી વ્રત
< કંકાવટી
← ૧૧. નિર્જળ માસ | કંકાવટી ૧૨. ફૂલ-કાજળી વ્રત ઝવેરચંદ મેઘાણી |
૧૩. ચોખા-કાજળી વ્રત → |
ફૂલ-કાજળી વ્રત
શ્રાવણ સુદ ત્રીજને દહાડે રહે.
મોટે ભળકડે ઊઠીને નાય.
ગુલાબનું ફૂલ સૂંઘીનું પાણી પીએ.
શંકર-પાર્વતીની પૂજા કરે.
પૂજામાં અબીલ ગુલાલ, હીંગળો, કંકુ, કમળ કાકડી, સોપારી, નારિયેળ ને ચોખા લે.