કલાપીનો કેકારવ/એકલો હું
← નિઃશ્વાસો | કલાપીનો કેકારવ એકલો હું કલાપી |
રજા → |
એકલો હું
જ્યોત્સના ચોપાસ રેલે છે:
ચોપાસે તારા ખેલે છે:
શાન્ત નિશા ગાતી ચોપાસે :
કો મ્હારી પાસે?
જે આ આંસુમાં ન્હાનારૂં,
જ્યોત્સનામાંથી રસ પાનારૂં,
તે તો દૂર થયું થાનારૂં:
શું મ્હારી પાસે?
૨૫-૩-૧૮૯૭