← એકલો હું કલાપીનો કેકારવ
રજા
કલાપી
ઘા →


રજા

હાવાં જ્યાં ફાવે ત્યાં જા તું :
જ્યાં ફાવે ત્યાં રો વા ગા તું :
ઢોળે દે હૈયું ફાવે ત્યાં :
                    શું અહીં કે ત્યાં ?

રો તું રો તું દી ને રાતે :
ડૂબી જા તું એ જ અખાતે :
એ રાત્રિને ન્હોય પ્રભાતે :
                  જા જ્યાં ફાવે ત્યાં !

૨૪-૩-૧૮૯૭