← રજા કલાપીનો કેકારવ
ઘા
કલાપી
દેશવટો →


ઘા

વાંભ ભરી ક્યાંની ક્યાં મારી :
ક્યાંની ક્યાં ભોંકાઈ કટારી :
રક્તનીક ચાલી ક્યાંની ક્યાં :
                    ગૂમ થઈ તું ક્યાં ?

કોની પાસે ઘા ખોલાવું ?
કોને સાદ કરી બોલાવું ?
બોલે છે પડઘા દૂરે ત્યાં,
                   "રે રે ક્યાંની ક્યાં !"

૨૬-૩-૧૮૯૭