કલાપીનો કેકારવ/એક કળીને
← વિધવા બ્હેન બાબાંને | કલાપીનો કેકારવ એક કળીને કલાપી |
હદ → |
એક કળીને
તુજ છિદ્રિત દેહ થતી કુમળી,
લલનાહ્રદયે ચગદાઈ જતી;
તુજ પાંખ સહુ વિખરાઈ પડે
પણ સ્નિગ્ધ પરાગ ઉરે ઉભરે!
પણ માળી તને કદિ જો સૂંઘતો
તુજ મૃત્યુ થતું ક્યમ તુર્ત અહો!
તુજ મૂલ અમૂલ તણું કરતો,
કંઈ એ દુઃખ છે તુજને? કળી ઓ!
૪-૫-'૯૬