કલાપીનો કેકારવ/એ સ્થલ
← એ મૂર્તિ | કલાપીનો કેકારવ એ સ્થલ કલાપી |
મ્હારૂં ભાવિ → |
એ સ્થલ
હૈયું આ ત્યાંનું ત્યાં ચોંટ્યું:
ત્યાનું ત્યાં બોટાયું બોટ્યું:
લોટ્યું પુષ્પે ત્યાં સાથી તે
મુખડું ત્યાંનું ત્યાં.
ત્યાં તો હાવાં નહિ જાવાનું:
પ્રેમપૂરમાં ના ન્હાવાનું:
રોતાં અન્ત સુધી ગાવાનું
'એ સૌ ત્યાંનું ત્યાં !'
૧૮-૩-૧૮૯૭