કલાપીનો કેકારવ/મ્હારૂં ભાવિ
← એ સ્થલ | કલાપીનો કેકારવ મ્હારૂં ભાવિ કલાપી |
ભવિષ્ય અને શ્રદ્ધા → |
મ્હારૂં ભાવિ
ભાવિ કાંઈ એ ના મ્હારે;
કાંઈ એ રોવું ના ઠરે;
આંખ અગાડી જોતાં હારે;
તાજું શું છે કૈં?
ભાવિ ભૂત તણા ભણકારા:
એની એ આંસુની ધારા:
એના એ દુઃખડાના વારા:
શું છે તાજું કૈં?
૨૩-૩-૧૮૯૭